Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:27 - પવિત્ર બાઇબલ C.L.

27 પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી આયુષ્ય વધે છે, પણ દુષ્ટો અકાળે મોત પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યહોવાથી ડરીને ચાલનારનું આયુષ્ય વધે છે, પણ દુષ્ટ વ્યકિતનુ આયુષ્ય ઘટે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:27
16 Iomraidhean Croise  

તેમણે તમારી પાસે જીવતદાન માગ્યું અને તમે તે આપ્યું; એથી વિશેષ, દીર્ઘકાળ ટકે એવું ભરપૂર જીવન બક્ષ્યું.


ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.


હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”


એ પરથી પ્રભુ ન્યાયી છે એની પ્રતીતિ થાય છે; તે મારા સંરક્ષક ખડક છે અને તેમનામાં કશો અન્યાય નથી.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનનું ઝરણું છે, તે માણસને મૃત્યુના પાશમાંથી બચાવે છે.


સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે.


જ્ઞાનના જમણા હાથમાં તારે માટે દીર્ઘાયુષ્ય છે, અને તેના ડાબા હાથમાં સંપત્તિ અને સન્માન છે.


મારું શિક્ષણ તને દીર્ઘાયુષ્ય અને આબાદી બક્ષશે.


ઈશ્વરજ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષોમાં વધારો થશે.


વળી, અતિશય દુષ્ટ ન થવું તેમજ અતિશય મૂર્ખ ન થવું. શા માટે અકાળ મૃત્યુનો ભોગ બનવું. સારી વાત તો એ છે કે કોઈપણ બાબતનો અતિરેક ટાળવો.


અન્યાયથી ધન પ્રાપ્ત કરનાર પોતે નહિ મૂકેલ ઈંડાં સેવનાર કોયલ સમાન છે. બચ્ચાં મોટા થઈને ખોટી માને તજી દે તેમ જીવનની અધવચમાં જ તેનું ધન ચાલ્યું જશે, અને લોકોની દષ્ટિમાં તે આખરે મૂર્ખ ગણાશે!


પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?”


અને દૂધમધની રેલમછેલવાળા જે દેશ વિષે પ્રભુએ તમારા પૂર્વજો આગળ શપથ લીધા હતા કે પ્રભુ તે તેમને અને તેમના પછી તેમના વંશજોને આપશે તેમાં તમે લાંબો સમય વસો.


Lean sinn:

Sanasan


Sanasan