Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવાના આશીર્વાદ ધનવાન બનાવે છે, અને યહોવા તેમાં મુશ્કેલીઓ ઉમેરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:22
31 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


હવે અબ્રામ તો ઘણો ધનવાન બન્યો હતો. તેની પાસે ઘણું પશુધન તેમ જ પુષ્કળ સોનુરૂપું હતાં.


હું તમારી એકપણ વસ્તુ લઈશ નહિ; એક દોરી કે જોડાની વાધરી પણ નહિ. કદાચ તમે એમ કહો કે, ‘મેં અબ્રામને સંપત્તિવાન બનાવ્યો છે;’


પ્રભુએ મારા માલિક અબ્રાહામને ઘણી આશિષ આપી છે અને તે ઘણા મોટા માણસ બન્યા છે. પ્રભુએ તેમને ઘેટાંબકરાં, ઢોરઢાંક, સોનુંરૂપું, દાસદાસીઓ અને ઊંટો તથા ગધેડાં આપ્યાં છે.


ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી.


તે સંપત્તિવાન બન્યો અને તેની સંપત્તિ વધતી જ ગઈ અને તે ખૂબ ધનવાન બની ગયો.


તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!”


પણ યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “હે ઈશ્વર, મને આશિષ આપો અને મારી ભૂમિ વિસ્તારો; મારી સાથે રહો અને મને કંઈ હાનિ ન પહોંચે તે માટે સઘળી આપત્તિથી મને બચાવી રાખો.” ઈશ્વરે તેની પ્રાર્થના માન્ય રાખી.


પણ અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ મેં ઇઝરાયલી સેના માટે ચૂકવી દીધેલી ચાંદીનું શું?” ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “પ્રભુ તમને એથીયે વિશેષ આપી શકે તેમ છે.”


હિઝકિયા ખૂબ જ સંપત્તિ અને સન્માન પામ્યો. પોતાના સોના, ચાંદી, કિંમતી પાષાણો, અત્તરો, ઢાલો અને અન્ય મૂલ્યવાન સાધનસામગ્રી માટે તેણે સંગ્રહખંડ બનાવ્યા.


એ સર્વ ઉપરાંત ઈશ્વરે તેને ઘેટાં અને ઢોરઢાંક તથા બીજું ધન આપ્યું કે તેણે ઘણાં નગરો બંધાવ્યાં.


ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી.


તમારું વહેલા ઊઠવું અને મોડા સૂવું અને ખોરાક માટે કઠોર પરિશ્રમ કરવો એ પણ વ્યર્થ છે. કારણ, ઈશ્વર પોતાનાં પ્રિયજનોની તેઓ ઊંઘતા હોય તો પણ તેમની દરકાર લે છે.


પ્રભુથી આશીર્વાદ પામેલા જનો વચનના પ્રદેશનો વારસો પામશે, પણ તેમનાથી શાપિત થયેલાઓનો ઉચ્છેદ થશે.


જ્ઞાનીઓનો મુગટ તેમનું જ્ઞાન છે, પણ મૂર્ખોની કંઠમાળા તેમની મૂર્ખામી જ છે.


આરંભમાં ઉતાવળે મેળવેલી વારસાગત સંપત્તિ છેવટે સુખદાયી નીવડશે નહિ.


કંજૂસ માણસ ધન પાછળ દોડે છે, પણ દરિદ્રતા તેને પકડી પાડશે તેની તેને ખબર નથી!


મારા પર પ્રેમ રાખનારને હું સંપત્તિ બક્ષું છું, અને તેમના ખજાના ભરી દઉં છું.


દસ દિવસ પૂરા થતાં રાજવી ખોરાક જમનારા સર્વ કરતાં તેઓ વધુ તંદુરસ્ત અને સશક્ત દેખાયા.


સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.”


તેથી હે પ્રભુ, તમે આપેલ ભૂમિના પાકનું પ્રથમફળ હવે હું લાવ્યો છું.’ “પછી પ્રથમફળની બે ટોપલી પ્રભુની વેદીની સમક્ષ ધરીને તમારે ઈશ્વર પ્રભુ સમક્ષ નતમસ્તકે ભૂમિ પર પડીને નમન કરવું.


જે દેશ તમને આપવા વિષે પ્રભુએ તમારા પૂર્વજો સમક્ષ શપથ લીધા હતા તે દેશમાં પ્રભુ તમને પુષ્કળ સંતાનો, પુષ્કળ ઢોરઢાંક અને વિપુલ પાક આપશે.


પણ નાશનિર્મિત વસ્તુઓમાંથી તમારે કંઈ લેવાનું નથી; નહિ તો ઇઝરાયલની છાવણી પર સંકટ અને વિનાશ લાવશો.


Lean sinn:

Sanasan


Sanasan