Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:18 - પવિત્ર બાઇબલ C.L.

18 કપટી શબ્દોથી દ્વેષભાવ છુપાવનાર અને કૂથલી ફેલાવનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે પણ ચાડી કરનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા બોલો છે, પણ કૂથલી કરનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:18
18 Iomraidhean Croise  

પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


બીજાઓની ગુપ્ત રીતે નિંદા કરનારને હું ચૂપ કરી દઈશ. ઘમંડી નજર અને અહંકારી દયવાળા જનોને હું સાંખી લઈશ નહિ.


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


જેની જીભ નિંદામાં રાચતી નથી, જે પોતાના મિત્રનું બૂરું કરતો નથી, અને પોતાના પડોશીની બદનક્ષી કરતો નથી,


મારા શત્રુઓની કોઈ વાત ભરોસાપાત્ર નથી; તેમનું ચિત્ત નાશ કરવામાં ચોંટેલું છે. તેમની જીભ ખુશામતથી સભર લાગે, પણ તેમના પેટમાં તો ઘાતકી પ્રપંચ હોય છે.


તમે બેસીને બદઇરાદાથી તમારા જાતભાઈ પર ખોટો આક્ષેપ મૂકો છો, અરે, તમે તો પોતાના મા જણ્યા ભાઈની બદનક્ષી કરો છો!


તેના મુખના શબ્દો માખણ જેવા મુલાયમ હતા. પરંતુ તેના હૃદયમાં ઝઘડાનું ઝેર હતું. તેના શબ્દો તેલ જેવા લીસા હતા, છતાં તે ઉઘાડી તલવાર જેવા તીક્ષ્ણ હતા.


“તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ.


તેઓ સઘળા રીઢા બંડખોરો છે, તેઓ તાંબા અને લોખંડ જેવા સખત છે; તેઓમાંનો એકેએક ભ્રષ્ટ અને અફવા ફેલાવનાર છે.


દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે.


કોઇની જૂઠી ચાડી કરવી નહિ. કોઈના પર ખોટો આરોપ મૂકી તેના જીવને જોખમમાં મૂકવો નહિ. હું પ્રભુ છું.


તેથી તે દાવિદથી વિશેષ ગભરાયો અને જીવનપર્યંત તેનો દુશ્મન રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan