Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:14 - પવિત્ર બાઇબલ C.L.

14 જ્ઞાનીજનો તેમની વિદ્યાનું પ્રદર્શન કરતા નથી, પણ મૂર્ખના શબ્દો નાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જ્ઞાની પુરુષો ડહાપણનો સંગ્રહ કરે છે; પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે, પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જ્ઞાની લોકો વિદ્યાનો સંગ્રહ કરે છે; પરંતુ મૂર્ખનું મોઢું ઝડપી નાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:14
17 Iomraidhean Croise  

તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


આંખ આડા કાન કરનારા મુસીબતો ઊભી કરે છે, પણ નિખાલસ દયે ઠપકો દેનાર શાંતિ સ્થાપે છે.


શાણો માણસ આજ્ઞા માથે ચડાવે છે, પણ સામી દલીલો કરનાર મૂર્ખ પાયમાલ થશે.


શાણો માણસ પોતાના જ્ઞાનને ઢાંકે છે, પણ મૂર્ખ પોતાના અજ્ઞાનનો ઢંઢેરો પીટાવે છે.


સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે.


કુટિલ માણસ આબાદ થશે નહિ, અને વાંકુ બોલનાર આફત વહોરી લે છે.


બીજાઓથી છૂટો પડનાર પોતાના જ સ્વાર્થમાં રત હોય છે. તે સર્વમાન્ય સાચા નિયમનો પણ વિરોધ કરે છે.


વિચારશીલ મન વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનીના કાન વિદ્યા પ્રત્યે સરવા હોય છે.


મૂર્ખની વાણી જ તેના વિનાશનું કારણ બને છે, અને તે પોતાના જ શબ્દોની જાળમાં સપડાય છે.


જ્ઞાન સંપાદન કરનાર તેનું પોતાનું જ હિત કરે છે, અને સમજશક્તિ કેળવનાર સફળ થાય છે.


વાણી પર સંયમ રાખનાર ઘણી વિટંબણાઓથી ઊગરી જાય છે.


જ્ઞાનીને શિક્ષણ આપ એટલે તે વધુ જ્ઞાની થશે; નેકજનને શીખવ એટલે તેની વિદ્વતામાં વૃદ્ધિ થશે.


જ્ઞાનીના મુખના શબ્દો માયાળુ હોય છે, પણ મૂર્ખની જીભ તેના વિનાશનું કારણ બને છે.


સારો માણસ પોતાના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ બહાર લાવે છે, પણ દુષ્ટ માણસ પોતાના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ બહાર લાવે છે.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.


તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.


Lean sinn:

Sanasan


Sanasan