Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે; પણ મૂર્ખો જ્ઞાન અને શિસ્તનો તિરસ્કાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે; મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂર્ખો જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 1:7
16 Iomraidhean Croise  

ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.”


પ્રભુનો આદરયુક્ત ડર રાખવો એ જ જ્ઞાનનો આરંભ છે; તે પ્રમાણે વર્તનારને ઉત્તમ સમજ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની સ્તુતિ સર્વકાળ ટકશે.


“હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો?


શિક્ષણની ઉપેક્ષા કરનાર પોતાને તુચ્છ બનાવે છે, પણ સુધારણાનો અંગીકાર કરનાર સમજ પ્રાપ્ત કરે છે.


પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરમાં જ્ઞાન અને શિસ્ત સમાયેલાં છે, અને સન્માન મેળવતાં પહેલાં વિનમ્ર બનવું આવશ્યક છે.


પિતાની શિસ્તનો તિરસ્કાર કરનાર પુત્ર મૂર્ખ છે; પણ શિખામણ સ્વીકારનાર સમજુ છે.


ઉદ્ધત માણસને કશું સમજવામાં કોઈ રસ હોતો નથી; તેને તો માત્ર પોતાના આભિપ્રાયોનું પ્રદર્શન કરવું હોય છે.


તો પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એટલે શું તે તું સમજી શકીશ, અને ઈશ્વરનો પરિચય પામી શકીશ.


મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે, અને પરમપવિત્ર ઈશ્વર વિષેનું જ્ઞાન એ જ વિવેકબુદ્ધિ છે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’


Lean sinn:

Sanasan


Sanasan