Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5-6 તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વત્તાની વૃદ્ધિ કરે; અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 1:5
18 Iomraidhean Croise  

અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”


તેથી હે સમજુ માણસો, મારી વાત સાંભળો; ‘ઈશ્વર દુષ્ટતા આચરે કે સર્વસમર્થ ખોટું કરે,’ એવું કથન તો અઘોર ઈશ્વરનિંદા કહેવાય.


તારામાં જરા ય સમજ હોય, તો મારી વાત સાંભળ; મારા શબ્દો કાને ધર.


“હે શાણા લોકો, મારી વાત સાંભળો; હે અનુભવી જનો, મારા કહેવા તરફ કાન દઈને લક્ષ આપો.


સમજદાર માણસો મને કહેશે અને મારી વાત સાંભળનારા શાણા લોકો સહમત થશે કે,


વિદ્યા પર પ્રીતિ રાખનાર શિસ્ત પણ ચાહે છે; ઠપકાને ધિક્કારનાર મૂર્ખ છે.


ઉદ્ધત જ્ઞાન શોધવા પ્રયત્ન કરે છે, પણ પામતો નથી; પણ સમજુને તો સહેલાઈથી વિદ્યા પ્રાપ્ત થાય છે.


વિચારશીલ મન વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનીના કાન વિદ્યા પ્રત્યે સરવા હોય છે.


ઉદ્ધતને શિક્ષા કરશો તો અબુધ પણ શાણપણ શીખશે અને સમજુને ટકોર કરશો તો તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.


ઉદ્ધત વ્યક્તિને શિક્ષા થાય છે તેથી અબુધ શાણો બને છે; પરંતુ જ્ઞાનીને શિક્ષણ અપાતાં તે વધુ વિદ્યાવાન બને છે.


શિખામણ સાંભળીને જ્ઞાની બનો; તેની ઉપેક્ષા કરશો નહિ.


ઉદ્ધતને કદી ઠપકો ન દે, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, પણ જ્ઞાનીને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે.


જ્ઞાનીને શિક્ષણ આપ એટલે તે વધુ જ્ઞાની થશે; નેકજનને શીખવ એટલે તેની વિદ્વતામાં વૃદ્ધિ થશે.


વળી, આ દુનિયામાં મેં એવું પણ નિરીક્ષણ કર્યું કે ઝડપી દોડનાર જ હમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.


હું જે કહું છું તે ખરું છે કે ખોટું તેનો નિર્ણય તમે જાતે જ કરો.


તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’


Lean sinn:

Sanasan


Sanasan