Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તે અબુધોને ચતુર બનાવે છે, અને યુવાનોને વિદ્યા અને વિવેક બક્ષે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ભોળા માણસને ચતુરાઈ મળે અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ભોળા માણસો ચતુર બને, યુવાનોને જ્ઞાન તથા વિવેકબુદ્ધિ મળે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 1:4
19 Iomraidhean Croise  

પ્રભુ ભોળાજનોનું રક્ષણ કરે છે; હું બીમારીને લીધે જોખમમાં આવી પડયો ત્યારે તેમણે મને બચાવ્યો.


તમારા શિક્ષણની સમજૂતી પ્રકાશ આપે છે; તે અબુધને સમજણ આપે છે.


યુવાન માણસ પોતાનું આચરણ કેવી રીતે શુદ્ધ રાખી શકે? તમારા બોધ પ્રમાણે વર્તવાથી.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


મારા શિષ્યો આવો, મારી વાત સાંભળો; હું તમને પ્રભુનો આદરયુક્ત ડર રાખતાં શીખવીશ.


મારા પુત્ર, વ્યવહારુ જ્ઞાન અને વિવેકબુદ્ધિને પકડી રાખ, અને તેમના પર તારી નજર સતત રાખ.


હું જ્ઞાન છું, ચતુરાઈ મારી સાથે જ વસે છે; વિદ્યા અને પારખશક્તિ મારી પાસેથી મળે છે.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું.


હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે.


ઓ અબુધો, તમે ચતુર બનો; ઓ મૂર્ખાઓ, તમે સમજણ પ્રાપ્ત કરો.


હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’


યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.


તે જ પ્રમાણે યુવાનોને સંયમી થવાનો ઉપદેશ આપજે.


Lean sinn:

Sanasan


Sanasan