Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 1:33 - પવિત્ર બાઇબલ C.L.

33 પરંતુ મારી વાત સાંભળનાર દરેક સુરક્ષિત રહેશે, અને કોઈ વિપત્તિનો ડર રાખ્યા વિના તે નિર્ભય રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પણ જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 પરંતુ જે કોઇ મારું કહ્યુ સાંભળશે તે સુરક્ષિત રહેશે. અને કોઇપણ જાતના નુકશાન થવાના ભય વિના શાંતિ અનુભવશે.”

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 1:33
22 Iomraidhean Croise  

જો તેઓ ઈશ્વરનું માને અને તેમની સેવા કરે, તો તેઓ તેમની જિંદગી સમૃદ્ધિ અને સુખચેનમાં પૂરી કરે છે.


જો મારી પ્રજાએ મારી વાત સાંભળી હોત અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલ્યા હોત તો કેવું સારું!


નેકજનોને કંઈ નુક્સાન થશે નહિ; પણ દુષ્ટોને પારાવાર હાનિ થશે.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર માણસને દૃઢ વિશ્વાસ અને તેના કુટુંબને સલામતી બક્ષે છે.


ઈશ્વરજ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષોમાં વધારો થશે.


અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.


હે પ્રભુ, દઢ મનથી તમારા પર વિશ્વાસ રાખનારને તમે સંપૂર્ણ શાંતિમાં રાખશો.


ન્યાયનીતિને પરિણામે કલ્યાણ અને તેની અસરથી કાયમી નિરાંત અને સહીસલામતી પ્રવર્તશે.


જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! તો તો સતત વહેતી સરિતા સમી સમૃદ્ધિ સાંપડી હોત અને સાગરના ઉછળતાં મોજાં સમો વિજય હાંસલ થયો હોત.


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


“તમે મારા નિયમો અને આજ્ઞાઓ પાળો. જેથી તમે દેશમાં સહીસલામત રહેશો.


જમીન તમારે માટે મબલક પાક ઉતારશે અને તમને જોઈએ તેટલું ખાવા મળશે તથા તમે સલામત રહેશો.


ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.


મક્કમ રહેજો, કારણ, એથી જ તમે તમારી જાતને બચાવી શકશો.


યુદ્ધો અને હુલ્લડો વિષે તમે સાંભળો ત્યારે ગભરાશો નહિ; આ બધી બાબતો પ્રથમ થવાની જરૂર છે, પણ એટલેથી જ અંત આવી જશે નહિ.”


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan