Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 4:6
45 Iomraidhean Croise  

હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના સાંભળો અને મારી આજની અરજો પૂરી કરો.


પછી હિઝકિયા રાજા અને આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ આકાશવાસી ઈશ્વરને પ્રાર્થના કરી અને સહાયને માટે તેમને પોકાર કર્યો.


હે પ્રભુ, મારા હોઠ ઉઘાડો; જેથી મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરે.


હું સવારે, બપોરે અને સંયાએ નિ:સાસા સાથે રુદન કરું છું; તે મારો આર્તનાદ સાંભળશે.


તારો બોજો પ્રભુ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે નેકજનને કદી વિચલિત થવા દેશે નહિ.


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


પ્રભુની આધીનતામાં રહીને તારાં બધાં કાર્યો કર, એટલે તારી મનોકામના ફળીભૂત થશે.


તું તો ખડકની બખોલમાં સંતાઈ જનાર કબૂતરી જેવી છે. મને તારું મોં નીરખવા દે, કેમ કે તે રમણીય છે. મને તારો કંઠ સાંભળવા દે, કેમ કે તે મધુર છે.


નેરિયાના પુત્ર બારૂખને વેચાણખત આપ્યા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી.


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ જવાબ આપ્યો. “હે રાજા, અમે અમારા બચાવપક્ષે કંઈ કહેવા માગતા નથી.


ફરમાન પર રાજાની સહી થઈ ગઈ છે એની જાણ થતાં દાનિયેલ ઘેર ગયો. તેના ઘરના ઉપલા માળે ઓરડાની બારીઓ યરુશાલેમ તરફ ખુલતી હતી. તે પહેલાં નિયમિત રીતે કરતો હતો તેમ ખુલ્લી બારીઓ આગળ ધૂંટણિયે પડીને તેણે ત્રણવાર ઈશ્વરને પ્રાર્થના કરી.


જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે.


કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી.


આથી આવતી કાલની ચિંતા ન કરો. આવતી કાલને પોતાની ચિંતા હશે. પ્રત્યેક દિવસની જે મુશ્કેલીઓ છે તેમાં વધારો કરવાની જરૂર નથી.


તમે તેમના જેવા ન થાઓ. કારણ, તમે પ્રાર્થના કરો તે પહેલાં તમારા ઈશ્વરપિતાને ખબર છે કે તમને કઈ કઈ વસ્તુઓની જરૂર છે.


પ્રભુએ તેને જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે.


પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એટલા જ માટે હું તમને કહું છું કે તમારું જીવન ટકાવવા જરૂરી ખોરાકની અથવા તમારા શરીરને માટે જોઈતાં વસ્ત્રોની ચિંતા ન કરો.


તમે શું ખાશો કે પીશો એ બાબતની ચિંતા કર્યા કરશો નહિ.


હમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને કદી નિરાશ ન થવું, એ શીખવવા ઈસુએ તેમને એક ઉદાહરણ કહ્યું,


તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે?


ઈશ્વરે તમને બોલાવ્યા ત્યારે તમે ગુલામ હતા? તો ગુલામ ભલે રહ્યા, પરંતુ તમને સ્વતંત્ર થવાની તક મળે તો તે ઝડપી લો.


તમે ચિંતામુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત વ્યક્તિ પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે પ્રભુને પ્રસન્‍ન કરવા યત્ન કરે છે.


ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે અમને અપાયેલી આશિષોને કારણે ઘણા લોક ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ.


અને સર્વ બાબતો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે ઈશ્વરપિતાનો આભાર નિત્ય માનો.


આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશાં જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના સર્વ લોકને માટે પ્રાર્થના કરો.


ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયોમાં રાજ કરે. કારણ, આ જ શાંતિને માટે ઈશ્વરે તમને એક શરીર તરીકે આમંત્રણ આપ્યું છે. વળી, આભારી બનો.


તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.


જાગૃત રહીને સતત પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો.


સૌ પ્રથમ મારી વિનંતી છે કે સર્વ માણસોને માટે વિનંતી, આજીજી અને આભારસ્તુતિ કરો.


કારણ, ઈશ્વરને એ ગમે છે. પણ જે સ્ત્રી એક્કી વિધવા છે, જેની સંભાળ રાખનાર કોઈ નથી, તેની આશા ઈશ્વરમાં છે અને તે રાતદિવસ સતત ઈશ્વરને વિનંતી અને પ્રાર્થના કરે છે.


સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ.


તે તમારી સંભાળ રાખે છે માટે તમારી બધી ચિંતા તેમને સોંપી દો.


તેણે કહ્યું, “ગુરુજી, મને દુરાચારી ન માની લેશો. હું કંઈ પીધેલી નથી. હું દ્રાક્ષાસવ પીતી નથી. હું હતાશ થયેલી છું અને પ્રાર્થનામાં મારું અંતર પ્રભુ આગળ ઠાલવતી હતી.


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


Lean sinn:

Sanasan


Sanasan