Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 4:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુમાં મારું જે જીવન છે તેમાં મને ખૂબ આનંદ થાય છે કે તમે મારી સંભાળ રાખો છો તે બતાવવાની ઘણા વખત પછી તમને ફરીથી તક મળી છે. તમે મારી ચિંતા રાખવાનું મૂકી દીધું હતું એમ હું નથી કહેતો, પણ મારી કાળજી લેવાની તમને તક મળી ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા, પણ તમને પ્રસંગ મળ્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હું પ્રભુમાં ઘણો આનંદીત છું કે ફરીથી તમે મારી સંભાળ લો છો. તમે હમેશા મારી સંભાળ લીધી છે, પરંતુ તે દર્શાવી શકાઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 4:10
11 Iomraidhean Croise  

લોકો જે ભેટો લાવ્યા તે જોઈને હિઝકિયા રાજા અને તેના અમલદારોએ પ્રભુની સ્તુતિ કરી અને ઇઝરાયલી લોકોની પ્રશંસા કરી.


હે ઈશ્વર, તમે અમને નવજીવન આપો કે જેથી તમારા લોક તમારામાં આનંદ કરે.


તેઓ ફરીથી મારી છાયામાં વસતા થશે. તેઓ વાડીની જેમ ફૂલશે અને ફાલશે અને દ્રાક્ષવેલાની જેમ ફળથી લચી પડશે. લબાનોનના દ્રાક્ષાસવની જેમ તેઓની કીર્તિ પ્રસરશે.


વળી, હું તમારી સાથે હતો ત્યારે જરૂર હોવા છતાં મેં તમને તકલીફ આપી નહોતી. કારણ, મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી. જેમ ભૂતકાળમાં તેમ ભવિષ્યમાં પણ હું કદી તમને બોજારૂપ નહિ થાઉં.


સાચા પ્રેમથી, સત્યના અમારા સંદેશાથી અને ઈશ્વરના સામર્થ્ય દ્વારા કર્યું છે. સ્વરક્ષણ તેમજ આક્રમણ માટે અમે સચ્ચાઈને અમારું શસ્ત્ર બનાવ્યું છે!


આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ.


ખ્રિસ્તી સંદેશનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને સર્વ સારી બાબતોમાંથી ભાગ આપવો જોઈએ.


ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી.


જયારે જયારે હું તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું;


કારણ, ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan