Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 3:9 - પવિત્ર બાઇબલ C.L.

9 જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેમની સાથે એકરૂપ થાઉં, અને નિયમ [શાસ્‍ત્રના પાલન] થી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, તે મારું થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આને કારણે હું ખ્રિસ્ત દ્વારા ન્યાયી છું. હું નિયમશાસ્ત્રને અનુસર્યો એને કારણે આ બન્યું નથી. પરંતુ ખ્રિસ્તમાં મારા વિશ્વાસને કારણે શક્ય બન્યું હતું. દેવે મારા ખ્રિસ્તમાંના વિશ્વાસનો ઉપયોગ મને તેને અનુરૂપ બનાવવામાં કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 3:9
56 Iomraidhean Croise  

પ્રભુએ પૃથ્વી પરથી સર્વ માણસોનો, ઢોરઢાંકનો, વન્ય પશુઓનો, પેટે ચાલનારા જીવોનો અને પક્ષીઓનો નાશ કર્યો. માત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચી ગયાં.


“તમારા લોક તમારી વિરુદ્ધ પાપ કરે, અને પાપ કરે જ નહિ એવું કોઈ નથી; અને તમે તમારા કોપમાં તેમને તેમના શત્રુઓ સામે હાર પમાડો અને તેઓ તેમને કેદી બનાવી બીજા દેશમાં લઈ જાય, અને આ દેશ નજીક હોય કે ઘણો દૂર હોય.


પણ પ્રભુએ તેને માટે જે કર્યું તેનો આભાર નહિ દર્શાવતાં તે ગર્વિષ્ઠ બન્યો અને તેથી યહૂદિયા અને યરુશાલેમ પર પ્રભુનો કોપ ઊતર્યો.


બેબિલોનના રાજદૂતો દેશમાં બનેલા અનન્ય બનાવની તપાસ કરવા આવ્યા ત્યારે પણ તેના ચારિયની ક્સોટી કરવા ઈશ્વરે હિઝકિયાને તેની પોતાની રીતે વર્તવા દીધો.


પરંતુ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે; તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે; અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી!


તમારા આ સેવકનો ન્યાય કરવા બેસશો નહિ; કારણ, તમારી સંમુખ કોઈ નિર્દોષ નથી.


પોતાની ભૂલો કોણ પારખી શકે? અજાણપણે થતા અપરાધોથી મને શુદ્ધ કરો.


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


હું વિજયનો દિવસ પાસે લાવું છું; તે હવે બહુ દૂર નથી. મારા ઉદ્ધારદાયક વિજયને હવે વાર લાગવાની નથી. હું સિયોનને વિજય પમાડીશ અને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


અંતરાત્માની ઊંડી વેદના અનુભવ્યા પછી તે પ્રકાશ પામશે અને સંતુષ્ઠ થશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાન વડે ઘણાના અપરાધ પોતાના પર લઈને તેમને ન્યાયી ઠરાવશે.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


મેં કહ્યું, “અરેરે! મારું આવી બન્યું છે! કારણ, મારા હોઠોમાંથી નીકળતી વાતો અશુદ્ધ છે અને જેમના હોઠોમાંથી અશુદ્ધ વાતો નીકળે છે એવા લોકો વચ્ચે હું વસુ છું. છતાં મેં રાજાને એટલે સર્વસમર્થ પ્રભુને નજરોનજર જોયા છે.”


તેના રાજમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલના લોકો સલામતી ભોગવશે. તે રાજા ‘યાહવે-સિદકેનું’ (‘પ્રભુ આપણા ઉદ્ધારક’) એ નામથી ઓળખાશે.”


તે સમયે યહૂદિયા અને યરુશાલેમના લોકોનો ઉદ્ધાર થશે અને તેઓ સલામતી ભોગવશે અને તે રાજા ‘યાહવે-સિદકેનું’ (પ્રભુ અમારા ઉદ્ધારક) એ નામે ઓળખાશે.


“તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.


જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.


શુભસંદેશમાં માણસોને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ કરવામાં આવેલો છે. એ તો આરંભથી અંત સુધી વિશ્વાસથી જ શકાય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, “વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવેલ વ્યક્તિ જીવન પામશે.”


જ્યારે માણસ દયથી વિશ્વાસ કરે છે, ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે; અને મુખથી કબૂલાત કરે છે, ત્યારે તે ઉદ્ધાર પામે છે.


મારા યહૂદી ભાઈઓ આંદ્રનિક્સ અને જુનિયાસ જેઓ મારી સાથે જેલમાં હતા તેમને શુભેચ્છા. પ્રેષિતો તેમને સારી રીતે ઓળખે છે, અને તેઓ મારી પહેલાં ખ્રિસ્તી થયા હતા.


પાપે મરણ દ્વારા રાજ કર્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનમાં દોરી જનાર દોષમુક્તિ દ્વારા ઈશ્વરની કૃપા રાજ કરે છે.


જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી;


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


છતાં આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવા દ્વારા નહિ, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ માણસ ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શકે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે તે માટે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી કોઈ માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી.


‘પ્રભુના સર્વ નિયમોનું સમર્થન ન કરનાર અને તેમનું પાલન ન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


અને હું એટલો બધો ધગશવાળો હતો કે મેં મંડળીની સતાવણી કરી હતી. નિયમશાસ્ત્રની આજ્ઞાઓને આધીન થઈને ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તું હોય તો હું નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ છું.


આપણાં કાર્યોથી નહિ, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ખ્રિસ્ત ઈસુની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે;


ત્યારે આપણાં કોઈ સર્ત્ક્યોને લીધે નહિ, પણ ઈશ્વરે તેમની દયાને લીધે આપણને શુદ્ધ કરનાર જળ દ્વારા નવો જન્મ અને પવિત્ર આત્મા દ્વારા નવજીવનની તાજગી પમાડીને ઉગાર્યા.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


આપણે બધા ઘણીવાર ભૂલો કરીએ છીએ. જે વ્યક્તિ બોલવામાં ભૂલ કરતી નથી તે સંપૂર્ણ છે અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વને કાબૂમાં રાખવા શક્તિમાન છે.


આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા.


જે કોઈ પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો ભંગ કરવા સંબંધી દોષિત છે, કારણ, નિયમભંગ તે પાપ છે.


Lean sinn:

Sanasan


Sanasan