Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 જ્યારે હું આઠ દિવસનો હતો ત્યારે મારી સુન્‍નત કરવામાં આવી હતી. હું જન્મથી ઇઝરાયલી, બિન્યામીનના કુળનો છું અને મારામાં માત્ર હિબ્રૂ લોહી જ છે. યહૂદી નિયમશાસ્ત્રના ચુસ્ત પાલન સંબંધી જણાવું તો હું ફરોશી હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 આઠમે દિવસે સુન્‍નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમ [શાસ્‍ત્ર] સંબંધી ફરોશી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું આઠ દિવસનો હતો, ત્યારે મારી સુન્નત થયેલી, હું ઈસ્રાયેલી છું અને બિન્યામીનના ફુળનો છું. હું હિબ્રૂઓનો હિબ્રૂ છું અને મારા માતાપિતા હિબ્રૂ હતા, મૂસાનું નિયમશાસ્ત્ર મારે માટે ઘણું જ મહત્વનું હતું અને તેથી જ હું ફરોશી બન્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 3:5
16 Iomraidhean Croise  

ત્યાર પછી ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને હિબ્રૂ અબ્રામને ખબર આપી. અબ્રામ અમોરી મામરેનાં પવિત્ર એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે તો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. એ ભાઈઓ અબ્રામના સંધિમિત્રો બન્યા હતા.


તમારે તમારી બધી પેઢીઓમાં આઠ દિવસની ઉંમરના પ્રત્યેક છોકરાની સુન્‍નત કરાવવી; પછી તે તમારા ઘરમાં જન્મ્યો હોય કે કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો હોય.


હિબ્રૂઓના દેશમાંથી મને ઉપાડી લાવવામાં આવ્યો છે અને અહીં પણ મેં જેલમાં પુરાવું પડે એવું કંઈ કર્યું નથી.”


અમારી સાથે ત્યાં એક હિબ્રૂ યુવાન હતો. તે તો અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો. અમે તેને અમારાં સ્વપ્નો કહ્યાં.


યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.”


આઠમે દિવસે તેઓ છોકરાની સુન્‍નત કરાવવા આવ્યાં. તેઓ તેનું નામ તેના પિતાના નામ પરથી ઝખાર્યા પાડવાના હતા,


આઠમે દિવસે છોકરાની સુનન્તનો વિધિ કરવામાં આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. તેનું ગર્ભાધાન થયા અગાઉ દૂતે એ જ નામ આપ્યું હતું.


એને બદલે, નવો દારૂ તો વપરાયા વગરની મશકોમાં જ ભરવો જોઈએ.


પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો.


એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!”


શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. કેટલાક સમય પછી ગ્રીક યહૂદીઓએ હિબ્રૂ યહૂદીઓની વિરુદ્ધ બડબડાટ કર્યો. ગ્રીક યહૂદીઓએ કહ્યું કે રોજિંદી વહેંચણીમાં અમારી વિધવાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે.


તો હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકને તજી દીધા છે? બેશક નહિ. હું પોતે ઇઝરાયલી છું, અબ્રાહામનો વંશજ છું, બિન્યામીનના કુળનો છું.


શું તેઓ હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ અબ્રાહામના વંશજો છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલીઓ છે? તો હું પણ છું.


હોંકારો સાંભળીને પલિસ્તીઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીનો પોકાર સાંભળો. એનો અર્થ શો? એ જ કે હિબ્રૂઓની છાવણીમાં પ્રભુની કરારપેટી આવી છે.”


Lean sinn:

Sanasan


Sanasan