Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 વળી, એવી આશા રાખું છું કે, હું પણ મરણમાંથી સજીવન થાઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને હું કોઈ પણ રીતે મૂએલાંઓના પુનરુત્થાનને પહોંચું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જો હું આમ કરી શકું તો મારી જાતે મૃત્યુમાંથી ઊઠવાની આશા હું રાખી શકું.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 3:11
17 Iomraidhean Croise  

પણ કોઈ માણસ પોતાને જાતે જ ઉગારી શકે નહિ, અને તે ઈશ્વરને પોતાના પ્રાણનું મુક્તિમૂલ્ય અદા કરી શકે નહિ.


એથી તમને આશિષ મળશે; કારણ, તેઓ તમને બદલો આપી શકે તેમ નથી. ન્યાયી માણસો મૃત્યુમાંથી જીવંત થશે, ત્યારે ઈશ્વર તરફથી તમને બદલો મળશે.”


તેણે જવાબ આપ્યો, “હું જાણું છું કે છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો સજીવન થશે.”


એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!”


એ જ વચન મેળવવા માટે તો ઈશ્વરની રાતદિવસ ભક્તિ કરતાં કરતાં અમારા લોકનાં બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે.


એ બંદર શિયાળો ગાળવા માટે સારું ન હતું, અને તેથી મોટા ભાગના માણસો, શકાય હોય તો, સમુદ્રમાં મુસાફરી કરીને ફોનીક્સ પહોંચવાનો પ્રયત્ન કરવાની તરફેણમાં હતા. ફોનીક્સ તો નૈઋત્ય અને વાયવ્ય દિશાની સામે આવેલું ક્રીતનું બંદર છે, અને તેઓ ત્યાં શિયાળો ગાળી શકે તેમ હતું.


કદાચ, મારી જાતિના લોકોમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેમનામાંના કેટલાકને બચાવી શકું.


પણ દરેક પોતાના ઉચિત ક્રમ પ્રમાણે: સૌથી પ્રથમ ખ્રિસ્ત, પછી ખ્રિસ્તના આગમન વખતે સજીવન થનાર તેમના લોકો.


વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેમના જેવો જ નિર્બળ બનું છું; જેથી હું તેમને જીતી શકું. આમ હું બધાંની સાથે બધાંનાં જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું.


હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.


જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે.


હું વધુ સમય રાહ જોઈ શક્યો નહિ, તેથી તમારા વિશ્વાસ વિષેના સમાચાર જાણી લાવવા મેં તિમોથીને મોકલ્યો; કદાચ શેતાને તમારી પરીક્ષા કરી હોય અને અમારું કાર્ય નિરર્થક થયું હોય.


કોઈ તમને છેતરી ન જાય માટે સાવધ રહો. કારણ, પ્રભુનું આગમન થાય તે પહેલાં પ્રથમ ઈશ્વર વિરુદ્ધ બળવો થશે અને વિનાશને માટે નિર્માણ થયેલ વ્યક્તિ એટલે દુષ્ટ પુરુષ પ્રગટ થશે.


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


વિશ્વાસ દ્વારા જ સ્ત્રીઓને પોતાનાં મૃત્યુ પામેલાં સ્વજનો સજીવન થઈને પાછાં મળ્યાં. પણ બીજા કેટલાકે તો વિશેષ સારું જીવન પ્રાપ્ત કરવા છુટકારાનો સ્વીકાર કર્યો નહિ, તેથી રીબાઈ રીબાઈને મારી નંખાયા.


બાકીનાં મરેલાં હજાર વર્ષ પૂરા થતાં સુધી સજીવન થયાં નહિ. મરેલાંઓના સજીવન થવાનો આ પ્રથમ તબક્કો છે.


Lean sinn:

Sanasan


Sanasan