Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 1:28 - પવિત્ર બાઇબલ C.L.

28 અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને વિરોધીઓથી જરા પણ બીતા નથી:એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, અને તે વળી ઈશ્વરથી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉદ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 1:28
24 Iomraidhean Croise  

હે પ્રભુ, હું તો તમારા ઉદ્ધારની રાહ જોઉં છું!


સ્તુતિરૂપી અર્પણ ચડાવનાર મારું બહુમાન કરે છે, અને સીધી રીતે વર્તનારને હું ઈશ્વરનો ઉદ્ધાર દેખાડીશ.


ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


“સાચું શું છે તે જાણનારા અને હૃદયમાં મારું શિક્ષણ જાળવી રાખનારા, તમે મારું સાંભળો. લોકોની નિંદાથી બીશો નહિ કે તેમનાં મહેણાંટોણાથી ગભરાશો નહિ.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


ઈસુએ સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું. “અહીં આગળ આવ.”


સમસ્ત માનવજાત ઈશ્વરનો ઉદ્ધાર જોશે.”


જ્યારે તે આવશે, ત્યારે પાપ વિષે, સત્ય વિષે અને સજા વિષે દુનિયાના લોકોને ખાતરી કરી આપશે.


પાઉલે સાર આપતાં કહ્યું, “તમારે જાણવું જોઈએ કે ઉદ્ધાર વિષેનો ઈશ્વરનો સંદેશો બિનયહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ તો સાંભળશે.”


આમ, ઈશ્વરનાં બાળકો હોવાથી આપણે તેમના વારસદાર છીએ; એટલે કે, ઈશ્વરના વારસામાં ખ્રિસ્તની સાથે સહભાગી છીએ. કારણ, જો આપણે ખ્રિસ્તના દુ:ખમાં ભાગીદાર થઈએ, તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું.


થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan