Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલેમોન 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ એને બદલે પ્રેમ મને વિનંતી કરવાની ફરજ પાડે છે. હું પાઉલ, ઈસુ ખ્રિસ્તનો રાજદૂત અને તેમને માટે હાલ કેદી હોવા છતાં આમ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી બીજી રીતે, એટલે પ્રેમપૂર્વક, તને વિનંતી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હું બીજી રીતે, એટલે પ્રેમથી, તને વિનંતી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પણ હું તને આજ્ઞા કરતો નથી; હું તો તને તે કામ કરવા જણાવું છું. હું પાઉલ છું, હવે હું વૃદ્ધ થયો છું, અને ખ્રિસ્ત ઈસુના કારણે હું કેદી થયો છું.

Faic an caibideil Dèan lethbhreac




ફિલેમોન 1:9
17 Iomraidhean Croise  

હે ઈશ્વર, હું વૃદ્ધ થાઉં અને માથે પળિયાં આવે ત્યારેય મારો ત્યાગ કરશો નહિ; જેથી હું આગામી પેઢીને તમારા બળ વિષે જણાવું, અને આગંતુક પેઢીના પ્રત્યેક જનને તમારું પરાક્રમ પ્રગટ કરું.


મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દેશો, મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરશો.


માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે.


તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.”


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો.


ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.


વિશ્વાસની મારફતે જ તમે સર્વ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના પુત્રો છો.


આ કારણથી તમ બિનયહૂદીઓને માટે ઈસુ ખ્રિસ્તનો કેદી, હું પાઉલ, ઈશ્વરને પ્રાર્થના કરું છું.


પ્રભુનો કેદી બનેલો હું પાઉલ તમને વિનવણી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો.


કારણ, હાલ જેલમાં સાંકળોથી બંધાયેલો હોવા છતાં હું શુભસંદેશનો રાજદૂત છું. મારે જે રીતે બોલવું જોઈએ તે રીતે હિંમતથી બોલી શકું માટે પ્રાર્થના કરો.


મને સામર્થ્ય આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો હું આભાર માનું છું.


વૃદ્ધ પુરુષોને સમજાવ કે તેઓ સંયમી, ગંભીર અને ઠરેલ બને તથા વિશ્વાસ, પ્રેમ અને સહનશક્તિમાં દૃઢ બને.


હું તમને વિશેષ આગ્રહથી વિનંતી કરું છું કે ઈશ્વર મને જલદીથી તમારી પાસે મોકલે તે માટે પ્રાર્થના કરો.


આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા હે પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ એવી મારી વિનંતી છે.


તેમના પિતાઓ કે ભાઈઓ આવીને વિરોધ કરે તો તમે તેમને આમ કહેજો, “મહેરબાની કરીને તમે અમને એ કન્યાઓને રાખવા દો. અમે કંઈ યુદ્ધમાં તેમને ઉપાડી લાવ્યા નથી. તમે અમને એ કન્યાઓ આપી નથી એટલે, તમારા પર તમારા સોગનનો ભંગ થવાનો પણ દોષ રહેતો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan