Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેમાનના ભડવીરો ભયભીત થશે અને એસાવના પર્વત પરનો પ્રત્યેક લડવૈયો ક્તલમાં માર્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને, હે તેમાન, તારા યોદ્ધાઓ ગભરાઈ જશે, જેથી એસાવના પર્વત પરથી પ્રત્યેક જનની કતલ થઈને સર્વનો સંહાર થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઈ જશે જેથી એસાવ પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સર્વનો સંહાર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઇ જશે અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સંહાર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:9
19 Iomraidhean Croise  

એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, ગાતામ, કનાઝ. એસાવના પુત્ર એલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી. તેનો પુત્ર અમાલેક હતો. આ એસાવની પત્ની આદાના વંશજો છે.


યોબાબ મરણ પામ્યો એટલે તેની જગાએ તેમાનના પ્રદેશના હૂશામે રાજ કર્યું.


જ્યારે યોબ પર આવી પડેલી વિપત્તિના સમાચાર તેના ત્રણ મિત્રોએ જાણ્યા ત્યારે તેઓ એટલે, એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાના ઘેરથી નીકળ્યા અને નક્કી કરેલ સ્થળે મળ્યા અને યોબને તેના દુ:ખમાં સહાનુભૂતિ દાખવવા અને આશ્વાસન આપવા ગયા.


તેથી અદોમના લોકો વિરુદ્ધની મારી યોજના વિષે સાંભળો, અને તેમાન નગરના રહેવાસીઓ વિરુદ્ધના મારા ઇરાદાઓ સાંભળો: હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુઓ ઘસડી જશે અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.


જેમ ગરુડ પાંખો પ્રસારીને તરાપ મારે છે તેમ શત્રુ બોા પર ઓચિંતો તૂટી પડશે. તે સમયે પ્રસૂતાની જેમ અદોમના સૈનિકોની હિંમત ઓસરી જશે.”


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


એ માટે હું પ્રભુ પરમેશ્વર કહું છું કે હું અદોમને સજા કરીશ અને તે દેશમાંથી બધાં માણસો અને પશુઓનો વિનાશ કરીશ, અને તેમાનથી દેદાન સુધીના આખા દેશના લોકો યુદ્ધમાં માર્યા જશે.


એ માટે હું તેમાન નગર પર અગ્નિ વરસાવીશ અને બોસ્રાહના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


તે દિવસે સૌથી શૂરવીર યોદ્ધો પણ હથિયાર હેઠાં મૂકી નાસી છૂટશે.”


યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.”


“રાતે ચોર-લૂંટારા આવે તો તેમને જેટલું જોઈતું હોય તેટલું લઈ જાય છે. દ્રાક્ષ વીણતા લોકો પણ બધી ન વીણતાં થોડીઘણી તો રહેવા દે છે. પણ તને તો તારા શત્રુઓએ સંપૂર્ણ સફાચટ કરી નાખ્યો છે.


તારા સૈનિકો નામર્દ અને તારો દેશ શત્રુઓની આગળ રક્ષણવિહોણો છે. તારા દરવાજાઓ પરના લાકડાના પાટડા અગ્નિથી બાળી નંખાશે.


ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


છતાં સાવચેત રહેજો, અને તેમની સાથે લડશો નહિ; કારણ, તેમની ભૂમિમાંથી એક ડગલું જમીન પણ હું તમને આપવાનો નથી. સેઈરનો એ પહાડીપ્રદેશ તો મેં એસાવના વંશજોને વારસા તરીકે આપ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan