Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 “રાતે ચોર-લૂંટારા આવે તો તેમને જેટલું જોઈતું હોય તેટલું લઈ જાય છે. દ્રાક્ષ વીણતા લોકો પણ બધી ન વીણતાં થોડીઘણી તો રહેવા દે છે. પણ તને તો તારા શત્રુઓએ સંપૂર્ણ સફાચટ કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જો ચોરો કે રાતે લૂટારાઓ તારી પાસે આવે, (અરે, તું કેવો નષ્ટ થયો છે!) તો તેઓનું મન માને તેટલું તેઓ લઈ નહિ જાય? જો દ્રાક્ષા વીણનારા તારી પાસે આવે તો તેઓ કેટલીક ફાલતુ દ્રાક્ષા પડતી નહિ મૂકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જો ચોરો તારી પાસે આવે, અને રાત્રે લૂંટારાઓ તારી પાસે આવે, તો અરે તું કેવો નષ્ટ થયો છે. તો શું તેઓને સંતોષ થાય તેટલું તેઓ લઈ નહિ જાય.? જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે તો, તેઓ નકામી દ્રાક્ષાઓ પડતી નહિ મૂકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જો ચોરો તારી પાસે આવ્યા હોત તો ઘણું સારું થાત. ધાડપાડુઓ રાતે આવ્યા હોત તો વધારે સારું થાત. તેઓએ ફકત તેઓને સંતોષ થાય ત્યાં જ સુધી લીધું હોત. જો દ્રાક્ષ વહેરવા વાળાઓ તારી પાસે આવ્યાં હોત. તેઓએ તારા માટે વેરણ છોડી રાખ્યું હોત, પણ તારો સંપૂર્ણ નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:5
13 Iomraidhean Croise  

“હે ઇઝરાયલ, તારા પર્વતો પર તારા ગૌરવરૂપ આગેવાનો મૃત્યુ પામ્યા છે, તારા શૂરવીરો મૃત્યુને ભેટયા છે.


હે સવારના તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી પડયો છે! ભૂતકાળમાં તેં પ્રજાઓને કચડી નાખી હતી પણ હવે તને જમીન પર પટકવામાં આવ્યો છે.


કોઈ ઓલિવવૃક્ષને ઝૂડયા પછી તેની ટોચે ઓલિવનાં બે કે ત્રણ ફળ રહી જાય અથવા કોઈ લચી પડેલી ડાળી પર ચારપાંચ ઓલિવફળ રહી જાય તે પ્રમાણે ઇઝરાયલમાંથી બહુ થોડા લોક બચી જશે. હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.”


આખી દુનિયાની બધી પ્રજાઓની હાલત ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લેવાય અને દ્રાક્ષની લણણીની મોસમમાં દ્રાક્ષો ઉતારી લીધા પછી બાકીની દ્રાક્ષો વીણી લેવામાં આવે તેના જેવી થશે.


દ્રાક્ષ ઉતારનારા દ્રાક્ષવેલા પર થોડી દ્રાક્ષો રહેવા દે છે, અને ચોરો રાત્રે ચોરી કરે તો તેમને જે જોઈએ તે જ ચોરી જાય છે;


આખી દુનિયા માટે હથોડા સમાન બેબિલોનના તૂટીને ચૂરેચૂરા થઈ ગયા છે. બેબિલોનની દશા જોઈને બધી પ્રજાઓ ચોંકી ઊઠી છે.


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “દ્રાક્ષવાડીમાંથી બધી દ્રાક્ષ તોડી લેવામાં આવે તેમ ઇઝરાયલમાંના બાકી રહી ગયેલાંને પણ લઈ જવામાં આવશે. યર્મિયા, તે માટે દ્રાક્ષ વીણનારની માફક ફરીથી તારો હાથ ડાળીઓ પર ફેરવ.”


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


તેમાનના ભડવીરો ભયભીત થશે અને એસાવના પર્વત પરનો પ્રત્યેક લડવૈયો ક્તલમાં માર્યો જશે.


મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી!


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


જ્યારે તમારી દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષોનો પાક ઉતારો ત્યારે રહી ગયેલી દ્રાક્ષો ફરી વીણશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે તે રહેવા દો.


તેને થતી વેદનાથી ગભરાઈને તેઓ દૂર ઊભા રહીને કહેશે, “અરે, મહાનગરી, તને હાય હાય! ઓ પ્રતાપી બેબિલોન, ફક્ત એક ઘડીમાં તને સજા મળી ચૂકી!”


Lean sinn:

Sanasan


Sanasan