Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તારા અંતરના અભિમાને તને છેતર્યો છે. તારું પાટનગર મજબૂત ખડકો પરના કિલ્લામાં છે; ઊંચે ગિરિમાળામાં તારું નિવાસસ્થાન છે. તેથી તું તારા મનમાં કહે છે, ‘મને અહીંથી નીચે પાડનાર કોણ?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચે વાસો કરનાર, તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે, ‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ખડકોની બખોલમાં રહેનારા તથા ઊંચે વાસો કરનારા; તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે કે, “કોણ મને નીચે ભૂમિ પર પાડશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઓ ઊંચા પહાડો પર અને ખડકોની બખોલમાં વસનાર, તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે. તું તારા મનમાં એમ વિચારે છે કે, ‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?’”

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:3
21 Iomraidhean Croise  

તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે.


અમાસ્યાએ મીઠાની ખીણમાં દસ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા; તેણે લડાઈમાં સેલા નગર જીતી લઈ તેનું નામ યોકથેલ પાડયું. આજે પણ તેનું એ જ નામ છે.


પછી અમાસ્યા પૂરી હિંમત રાખીને પોતાના સૈન્યને મીઠાની ખીણમાં દોરી ગયો. ત્યાં યુદ્ધમાં તેમણે દશ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા.


અને બીજા દશ હજાર સૈનિકોને કેદ પકડયા. તેમણે કેદી સૈનિકોને સેલા નગર પાસેની કરાડની ટોચે લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંક્યા, જેથી તેઓ નીચાણમાંના ખડકો પર પટકાઈને મરી ગયા.


તેની ઉન્‍નતિ આકાશ સુધી પહોંચે, અને તેનું માથું વાદળાંને ય આંબી જાય,


અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે.


મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે.


માણસનો અહંકાર તેને હલકો પાડશે, પરંતુ વિનમ્ર માણસ સન્માન પ્રાપ્ત કરશે.


યહૂદિયાના લોકો જવાબ આપશે, “મોઆબના લોકો કેવા ઘમંડી છે તે અમે સાંભળ્યું છે. તેમનું અભિમાન અને ઉદ્ધતાઈ અમે જાણીએ છીએ, પણ તેમની બડાશ વ્યર્થ છે.


હે યરુશાલેમ, તું તારી આસપાસની ખીણોની વચ્ચે વસેલું છે, અને ઊંચા સમતલ ખડક પર સ્થપાયેલું છે. તું ગર્વ કરતાં કહે છે, ‘મારા પર કોણ આક્રમણ કરવાનું છે? અથવા મારા નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકવાનું છે?’ પણ હું તારી વિરુદ્ધ યુદ્ધ કરીશ.


વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “ખાલદીઓનું લશ્કર કાયમને માટે જતું રહ્યું છે એમ માનીને છેતરાશો નહિ; કારણ, તે જરૂર પાછું આવશે.


હે મોઆબમાં વસવાટ કરનારા, તમારાં નગરોમાંથી નીકળી જાઓ અને ખડકોની ગુફામાં જઈને વસો. કોતરની ધારે ઊંચાઈ પર માળો બાંધનાર કબૂતર જેવા બનો.


તમારા દેવની ભયાનક મૂર્તિએ અને તમારા ઉધત અહંકારે તમને છેતર્યા છે. જો કે તમે ખડકોનાં પોલાણોમાં વસો છો અને પર્વતના શિખરે રહો છો અને ગરુડ ખૂબ ઊંચાઈએ માળો બાંધે તેમ ઊંચે વસો છો તો પણ હું તમને ત્યાંથી નીચે પાડીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


હે બેવફા લોકો, તમારી ઓસરી જતી શક્તિ વિષે બડાઈ કેમ કરો છો; અને તમારા બળ પર ભરોસો રાખીને કોઈ તમારા પર આક્રમણ કરવાની હિંમત કરશે નહિ એવું કેમ કહો છો?


તારો વેપાર વધી ગયો હોવાથી તું હિંસક બન્યો અને પાપ કરવા લાગ્યો. તેથી મેં તને પતિત ગણીને મારા પવિત્ર પર્વત પરથી હાંકી કાઢયો, તારું રક્ષણ કરનાર દૂતે પણ તને ઝળહળતાં રત્નોમાંથી હાંકી કાઢયો.


જો એસાવના વંશજો એટલે કે અદોમીઓ આમ કહે કે, “અમારાં નગરોનો નાશ કરવામાં આવ્યો છે, પણ અમે તેમને ફરીથી બાંધીશું,” તો પ્રભુ તેમને જવાબ આપશે, “તેમને બાંધવા દો, હું તેમને ફરીથી તોડી પાડીશ. લોકો તેમને ‘દુષ્ટ દેશ’ ‘પ્રભુ જેના પર સદાય કોપાયમાન છે એવી પ્રજા’ કહીને સંબોધશે.”


Lean sinn:

Sanasan


Sanasan