Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મારા લોકના નગરમાં કૂચ કરી જઈ તેમની દુર્દશા પર તારે જોઈ રહેવું જોઈતું નહોતું, તેમ જ તેમની વિપત્તિના વખતે તારે તેમની સંપત્તિ પચાવી પાડવી જોઈતી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મારા લોકોની આપત્તિને દિવસે તેઓના દરવાજામાં ન પેસ; હા, તેઓની આપત્તિને દિવસે તેઓની વિપત્તિ ન નિહાળ, ને તેમની આપત્તિને દિવસે તેમની સંપત્તિ પર [હાથ] ન નાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મારા લોકોની આપત્તિને દિવસે એમના દરવાજામાં દાખલ ન થા; તેઓની આપત્તિના સમયે તેઓની વિપત્તિ ન નિહાળ. તેમની વિપત્તિના સમયે તેઓની સંપત્તિ પર હાથ ન નાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તારે મારા લોકોની આપત્તિને દિવસે એમના શહેરનાં દરવાજામાં દાખલ થવું જોઇતું નહોતું. તેમની મુશ્કેલીના સમયે તારે તેમની વિપત્તિ વિષે ખુશ થવું જોઇતું ન હતું. તેમની મુશ્કેલીના સમયે તારે તેમની સંપત્તિ લુંટવી જોઇતી ન હતી.

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:13
9 Iomraidhean Croise  

કદાચ, પ્રભુ મારું દુ:ખ જોશે અને તેના શાપને બદલે મને કંઈક આશિષ આપશે.”


મેં મારા શત્રુઓની પડતીમાં આનંદ માણ્યો નથી, અને તેના પર વિપત્તિ આવી પડી ત્યારે હરખાયો નથી;


મારાં બધાં જ હાડકાં ગણી શકાય તેમ છે, મારા શત્રુઓ મને ધારીધારીને જુએ છે.


તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.


જો કે હું પ્રભુ યહૂદા અને ઇઝરાયલનો ઈશ્વર છું, તોપણ તેઓ તેમના પ્રદેશ સહિત તારાં છે અને તું તેમના પર કબજો જમાવશે એવું તું બોલ્યો હતો.


જ્યારે ઇઝરાયલી લોકોને તેમનાં પાપને લીધે આકરામાં આકરી શિક્ષા થઈ, એટલે કે તેમના પર આફત આવી પડી ત્યારે તારી જૂની દુશ્મનાવટને લીધે તેં તેમનો સંહાર થવા દીધો.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”


એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે.


અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું.


Lean sinn:

Sanasan


Sanasan