Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે: પ્રભુ અદોમને શિક્ષા કરશે યહોવા તરફથી અમને ખબર મળી છે: “તમે ઊઠો. ને આપણે અદોમની વિરુદ્ધ યુદ્ધ કરવાને સજ્જ થઈએ, એવું કહેવાને એક એલચીને પ્રજાઓની પાસે મોકલવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઓબાદ્યાનું સંદર્શન. પ્રભુ યહોવાહ અદોમ વિષે આમ કહે છે; યહોવાહ તરફથી અમને ખબર મળી છે કે, એક એલચીને પ્રજાઓ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો છે “ઊઠો ચાલો આપણે અદોમની વિરુદ્ધ લડાઈ કરવાને જઈએ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ ઓબાદ્યાનું સંદર્શન છે. પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે: યહોવા દેવ તરફથી અમને સંદેશો મળ્યો છે. દેવે એલચી મોકલ્યો છે અને રાષ્ટ્રો માટે આ સંદેશો આપ્યો છે. ઉભા થાઓ, “ચાલો આપણે અદોમની સામે યુદ્ધે ચઠીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:1
28 Iomraidhean Croise  

એસાવે યાકોબને કહ્યું, “મને આ લાલ શાકમાંથી થોડું ખાવા દે. મને કકડીને ભૂખ લાગી છે.” તેથી તેનું નામ અદોમ (લાલ)પણ પડયું.


તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે.


સેઈરના પહાડી પ્રદેશમાં વસેલા અદોમવાસીઓના પૂર્વજ એસાવની આ વંશાવળી છે.


હે પ્રભુ, યરુશાલેમના પતનના દિવસે અદોમીઓએ જે કર્યું તેનું સ્મરણ કરી તેમને સજા કરો. તેઓ વારંવાર કહેતા હતા, “પાડી નાખો, પાડી નાખો, યરુશાલેમને પાયા સુદ્ધાં ધરાશાયી કરો.”


દુમાહ વિષેનો આ સંદેશ છે: સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી પસાર થઈ છે? તે ક્યારે પૂરી થશે?”


મેં ચોકીદારે જવાબ આપ્યો, “સવાર આવે છે. રાત પણ ફરીથી આવશે. જો તમારે ફરીથી પૂછવું હોય તો પાછા આવીને પૂછજો.”


યહૂદિયાના અમલદારો ઇજિપ્તના શહેર સોઆનમાં અને તેમના રાજદૂતો હાનેસ શહેરમાં પહોંચી ગયા છે.


તેથી મેં પ્રભુના હાથમાંથી તે પ્યાલો લીધો અને મને જે જે પ્રજાઓ પાસે મોકલ્યો તેમને તે પીવડાવ્યો.


દેશમાં ફેલાતી અફવાઓ સાંભળીને હિંમત હારી જશો નહિ કે ગભરાશો નહિ. દેશમાંથી હિંસાખોરીની અને એક શાસક બીજા શાસક વિરુદ્ધ લડતા હોવાની નવી નવી અફવાઓ દર વર્ષે ઊડશે.


પ્રભુનો સંદેશ મને મળ્યો:


ઇજિપ્ત રણ બની જશે અને અદોમ વેરાન ખંડિયેર બની જશે, કારણ, તેમણે યહૂદિયાના લોકો પર આક્રમણ કરીને તેમાં નિર્દોષ માણસોને મારી નાખ્યા.


ઈશ્વર તેમને માટે માર્ગ ખોલશે અને તેમને દેશનિકાલીમાંથી બહાર દોરી જશે. તેઓ નગરના દરવાજાઓ તોડીને મુક્ત થશે. તેમના રાજા પ્રભુ પોતે જ તેમને બહાર દોરી જશે.


તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો. પણ તેથી ગભરાશો નહિ. આ બધું બનવાની જરૂર છે. પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે.


તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળો ત્યારે નાસીપાસ થશો નહિ. આ બધા બનાવો બનવાની જરૂર છે; પણ એનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે.


Lean sinn:

Sanasan


Sanasan