Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 9:15 - પવિત્ર બાઇબલ C.L.

15 સાક્ષ્યમંડપ, એટલે મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે વાદળે આવીને તેને ઢાંકી દીધો. રાત્રિને સમયે સવાર સુધી તે વાદળ અગ્નિરૂપ લાગતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને મંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે મેઘે મંડપ પર, એટલે કરારમંડપ પર, આચ્છાદન કર્યું, અને સાંજથી તે સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિરૂપે આવી રહેતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્યમંડપ પર આચ્છાદન કર્યું. અને સાંજથી સવાર સુધી મંડપ ઉપર તેનો દેખાવ અગ્નિની જેમ ઝળહળતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 9:15
21 Iomraidhean Croise  

દિવસે તમે તેમને મેઘસ્થંભ મારફતે દોર્યા, તો રાત્રે તેમના માર્ગમાં પ્રકાશ પમાડવાને અગ્નિસ્થંભ રાખ્યો.


પણ તમે તેમને રણપ્રદેશમાં છોડી દીધા નહિ, કારણ, તમારી દયા મહાન છે. દિવસે અને રાત્રે તેમને માર્ગ બતાવનાર મેઘસ્થંભ અને અગ્નિસ્થંભ તમે લઈ લીધા નહિ.


પ્રભુએ તેમના લોકને છાયા આપવા વાદળ પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ માટે અગ્નિ મોકલ્યો.


ઈશ્વર દિવસે તેમને મેઘ દ્વારા માર્ગદર્શન આપતા, અને રાત્રે અગ્નિપ્રકાશ દ્વારા તેમને દોરતા.


પ્રભુ દિવસ દરમ્યાન માર્ગ બતાવવાને મેઘસ્થંભમાં અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્થંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા, જેથી લોકો દિવસરાત મુસાફરી કરી શક્તા.


દિવસ દરમ્યાન મેઘસ્થંભ અને રાત્રિ દરમ્યાન અગ્નિસ્થંભ હમેશાં તેમની આગળ રહેતો.


સૂર્યોદય પહેલાં મેઘસ્થંભ અને અગ્નિસ્થંભમાંથી પ્રભુએ ઇજિપ્તી સૈન્ય ઉપર નજર કરીને તેમને ભારે ગભરાટમાં નાખી દીધા.


પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે.


પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


એને લીધે મોશે મંડપમાં જઈ શકાયો નહિ.


પોતાના સમગ્ર પ્રવાસ દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુના વાદળને મુલાકાતમંડપ પર દિવસ દરમ્યાન સ્થિર રહેતું અને રાત્રે તેમાં અગ્નિ સળગતો જોઈ શક્તા.


સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે.


જ્યારે પણ તેઓ પડાવ ઉપાડતા ત્યારે દિવસે પ્રભુનું વાદળ તેમના ઉપર રહેતું.


તેથી તેઓ આ પ્રદેશના લોકોને પણ એ વિષે કહેશે. આ પ્રદેશના લોકોએ સાંભળ્યું છે કે તમે પ્રભુ, અમારી મધ્યે વસો છો. જ્યારે વાદળ અમારા પર થંભી જાય છે ત્યારે તમે અમને મોંઢામોંઢ દર્શન આપો છો. દિવસે મેઘના સ્તંભરૂપે અને રાતે અગ્નિના સ્તંભરૂપે તમે અમારી આગળ આગળ ચાલો છો.


ત્યાર પછી મોશેએ બધી લાકડીઓ સાક્ષીના મંડપમાં પ્રભુની કરારપેટી આગળ મૂકી.


ભાઈઓ, આપણા પૂર્વજો વાદળના આચ્છાદન હેઠળ લાલ સમુદ્રમાં થઈને સલામત રીતે પસાર થયા હતા તેની હું તમને યાદ દેવડાવું છું.


જો કે પ્રભુ તો તમારે ક્યાં છાવણી નાખવી તે શોધવા અને તમારે કયે માર્ગે જવું તે બતાવવા રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે હંમેશા તમારી મોખરે ચાલતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan