Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 9:14 - પવિત્ર બાઇબલ C.L.

14 “તમારી વચ્ચે કોઈ પરદેશી વસતો હોય અને જો તે પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી કરવા માંગતો હોય તો તેણે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ અનુસાર પર્વની ઉજવણી કરવી. દેશના વતની અને બહારથી આવીને વસેલા પરદેશી બંનેને સમાન નિયમ લાગુ પડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જો કોઈ પરદેશી તમારી મધ્યે પ્રવાસ કરતો હોય, ને તે યહોવાને માટે પાસ્ખાપર્વ પાળવા ચાહે, તો પાસ્ખાપર્વ વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે. પરદેશી તથા વતની બન્‍નેને માટે એક જ વિધિ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને જો કોઈ પરદેશી તમારામાં રહેતો હોય અને તે યહોવાહને માટે પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે તે પાળે. દેશના વતની તથા પરદેશી સૌને માટે સરખો જ નિયમ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “પરંતુ તમાંરી વચ્ચે કોઈ વિદેશી રહેતો હોય અને તે પાસ્ખા ઊજવવા ઈચ્છતો હોય તો તેણે પણ એના બધા નિયમો અને વિધિઓ પ્રમાંણે એ ઊજવવું જોઈએ. દેશના વતનીઓ તથા વિદેશીઓ સૌને માંટે એક જ નિયમ છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 9:14
14 Iomraidhean Croise  

દેશનિકાલમાંથી પાછા આવેલા બધા લોકોએ તથા દેશમાં આસપાસ વસતા વિધર્મીઓની મૂર્તિપૂજા તથા અમંગળ આચરણોથી પોતાને શુદ્ધ કરી ઇઝરાયલના ઈશ્વરની ભક્તિમાં સામેલ થયા હતા તેવા સૌએ પાસ્ખાયજ્ઞના અર્પણનું ભોજન કર્યું.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.


ઇઝરાયલના સમગ્ર સમુદાયે આ પર્વ ઊજવવું;


દ્રાક્ષવેલાની એકેએક દ્રાક્ષ ઉતારી ન લેવી અને નીચે પડેલી દ્રાક્ષ પણ લઈ ન લેવી. ગરીબ અને પરદેશીઓ માટે તે રહેવા દેવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


“તમારે પરદેશી પાસેથી પણ આવું કોઈ પ્રાણી લઈને પ્રભુને બલિદાન તરીકે ચડાવવું નહિ. આવાં પ્રાણીઓ તો ખામીવાળાં છે અને તેથી તેનો સ્વીકાર કરવામાં આવશે નહિ.”


ઇઝરાયલી અને તમારી મધ્યે વસતા પરદેશી સૌને માટે એક સરખો કાયદો છે. કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે જમીનની કિંમત નક્કી કરવી.


તમે જેઓ ઇઝરાયલી સમાજના છો તેમને માટે અને તમારી મધ્યે વસતા પરદેશીને માટે હરહમેંશ આ જ નિયમો બંધનર્ક્તા છે; પ્રભુની દૃષ્ટિમાં તમે અને પરદેશી બંને સરખા જ છો.


તમને અને તમારી મધ્યે વસતા પરદેશીને એક જ સરખા નિયમો અને વિધિઓ લાગુ પડે છે.”


બાળકો, સ્ત્રીઓ તેમ જ તમારી મધ્યે વસતા લાકડાં કાપનારા અને પાણી ભરનારા પરદેશીઓ સૌ ઉપસ્થિત છે.


સઘળા માણસોને, સ્ત્રીઓને, બાળકોને તથા તમારા નગરોમાં વસતા પરદેશીઓને એકઠા કરવા કે તેઓ સાંભળે અને શીખે તથા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખે અને આ નિયમના સર્વ શિક્ષણનું ખંતથી પાલન કરે.


Lean sinn:

Sanasan


Sanasan