Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હવે જો કોઈ શુધ હોય અને પ્રવાસમાં દૂર ગયો ન હોય છતાં પાસ્ખાપર્વ પાળે નહિ, તો ઇઝરાયલના સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો. કારણ, તેણે નિયત સમયે મને અર્પણ ચઢાવ્યું નથી. તેણે પોતાના પાપની સજા ભોગવવી જ રહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલે સમયે કર્યું નહિ, તે માણસનું પાપ તેને માથે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ જો કોઈ માણસ શુદ્ધ હોવા છતાં અને મુસાફરીમાં હોવા ન છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે તે પોતાનાં લોકોથી અલગ કરાય. કેમ કે, તેણે નિયત સમયે યહોવાહને અર્પણ કર્યું નહિ, તેથી તે માણસનું પાપ તેને માથે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 9:13
24 Iomraidhean Croise  

તમારામાંથી જે પુરુષે સુન્‍નત કરાવી ન હોય તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરવો; કારણ, તેણે મારો કરાર તોડયો છે.”


પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.


સાત દિવસ સુધી તમારાં ઘરોમાં જરા પણ ખમીર હોવું જોઈએ નહિ. કારણ, જો કોઈ વ્યક્તિ ખમીરવાળો કંઈપણ ખોરાક ખાય તો તે વ્યક્તિનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવો; પછી ભલે તે દેશનો વતની હોય કે પરદેશી હોય. તમારે ખમીરવાળી કોઈપણ ચીજ ખાવી નહિ. તમારાં સર્વ નિવાસસ્થાનોમાં તમારે ખમીરરહિત રોટલી ખાવી.”


ઇઝરાયલના સમગ્ર સમુદાયે આ પર્વ ઊજવવું;


જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.”


સુગંધી તરીકે ઉપયોગમાં લેવા કોઈપણ વ્યક્તિ તેના જેવો ધૂપ બનાવે તો તે મારા લોકોમાંથી દૂર કરાશે.”


હું તમે બન્‍ને બહેનોને તમારી લંપટતા અને મૂર્તિપૂજાના પાપની સજા કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.”


“ જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી રક્ત સહિત માંસ ખાશે તો હું પ્રભુ તેની વિરુદ્ધ થઇ જઈશ અને હું તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરીશ.


જો કોઈ કાકીની સાથે સમાગમ કરે તો તેણે ક્કાને કલંક લગાડયું છે. તેમને સજા થવી જ જોઈએ. તેઓ જીવનપર્યંત નિ:સંતાન રહેશે.


“દરેક યજ્ઞકારે મેં આપેલા નિયમોનું પાલન કરવાનું છે; નહિ તો તેઓ પવિત્ર નિયમોનો ભંગ કર્યાને લીધે દોષિત ઠરીને માર્યા જશે. હું પ્રભુ છું અને હું તેમને પવિત્ર બનાવું છું.


ત્યાર પછી ઇઝરાયલી લોકને કહેજે: જે કોઈ ઈશ્વરનિંદા કરશે તેણે તેની સજા ભોગવવી પડશે જ.


જો કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે તો તે અશુદ્ધ રહે છે. કારણ, તેના પર શુદ્ધિકરણનું પાણી રેડવામાં આવ્યું નથી. તે પ્રભુના મંડપને અશુદ્ધ કરે છે. એવા માણસનો બહિષ્કાર કરવો.


“કોઈ અશુદ્ધ થયેલો માણસ પોતાનું શુદ્ધિકરણ કરાવે નહિ તો તેનો તમારે સમાજમાંથી બહિષ્કાર કરવો. કારણ, તેણે પ્રભુના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે અને તેના ઉપર શુદ્ધિકરણનું પાણી છાંટવામાં આવ્યું નથી.


આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.”


અને કહ્યું, “મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અમે અશુધ થયા છીએ, પરંતુ બીજા ઇઝરાયલીઓની સાથે નિયત સમયે પ્રભુને અર્પણ કરતાં અમને શા માટે અટકાવવામાં આવે છે?”


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


તો આ મહાન ઉદ્ધારના સંદેશની ઉપેક્ષા કરીને આપણે શી રીતે બચી શકીશું? પ્રથમ પ્રભુએ પોતે આ ઉદ્ધારનો સંદેશ પ્રગટ કર્યો અને જેમણે એ વિષે સાંભળ્યું તેમણે તે સંદેશ સાચો છે એવી સાક્ષી આપણને પણ આપી.


અને પછી અધ:પતન પામ્યા, તેમને પાપથી પાછા ફેરવવા એ અશક્ય છે. કારણ, તેઓ ઈશ્વરના પુત્રને પોતામાં ફરીવાર ક્રૂસે જડે છે અને તેમને જાહેરમાં નિંદાપાત્ર કરે છે.


તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે.


Lean sinn:

Sanasan


Sanasan