Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 9:12 - પવિત્ર બાઇબલ C.L.

12 બીજા દિવસની સવાર સુધી તેમાંનો કંઈ ખોરાક રાખી મૂકવો નહિ અને પ્રાણીનું એકે હાડકું ભાંગવું નહિ. પાસ્ખાપર્વ તેના સર્વ નિયમો અને વિધિ અનુસાર પાળવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓ તેમાંનું કંઈ સવાર સુધી રહેવા ન દે, ને તેનું એકે હાડકું ન ભાંગે. પાસ્ખાપર્વના સર્વ વિધિ પ્રમાણે તેઓ તે પાળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એમાંનું કશું તેઓ સવાર સુધી રહેવા દે નહિ, તેમ જ તેનું એકેય હાડકું ભાંગે નહિ. પાસ્ખાપર્વના સર્વ નિયમોનું પાલન તેઓ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એમાંનું કશું સવાર સુધી રહેવા દેવું નહિ, તેમજ એ બલિના પશુનું કોઈ હાડકું ભાંગવું પણ નહિ. તેમણે એ પાસ્ખાને લગતા બધા નિયમો અને વિધિઓનું પાલન કરવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 9:12
7 Iomraidhean Croise  

સવાર સુધી તેમાંનું કશું બાકી રાખવું નહિ, અને છતાં કંઈ વધે તો તેને આગમાં બાળી દેવું.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.


જે ઘરમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું હોય તે જ ઘરમાં પૂરેપૂરું ભોજન કરવું: તેમાંથી તમારે કંઈ બહાર લઈ જવું નહિ. વળી, તમારે પ્રાણીનું એક પણ હાડકું ભાંગવું નહિ.


તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.


પોતાના સમગ્ર પ્રવાસ દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુના વાદળને મુલાકાતમંડપ પર દિવસ દરમ્યાન સ્થિર રહેતું અને રાત્રે તેમાં અગ્નિ સળગતો જોઈ શક્તા.


શાસ્ત્રવચન પૂરું થાય માટે એમ બન્યું: “તેનું એકપણ હાડકું ભાંગવામાં આવશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan