Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 8:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેમના પર શુદ્ધિકરણનું પાણી છાંટવું. ત્યાર પછી તેઓ પોતાના આખા શરીરના વાળ ઊતરાવે, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, અને ત્યારે તેઓ વિધિગત રીતે શુદ્ધ થયેલા ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર:શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓને શુદ્ધ કરવા તું આ મુજબ કર; તેઓના પર શુધ્ધિકરણના પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ તેઓ આખું શરીર મૂંડાવે અને પોતાના વસ્ત્ર ધોઈ નાખે તથા પોતાને સ્વચ્છ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એમની શુદ્ધિ આ મુજબ કરવી: પ્રથમ તેના પર પવિત્ર શુદ્ધિકરણનાં જળનો છંટકાવ કરવો. ત્યારબાદ તેમણે આખા શરીરે મૂડન કરાવવું, કપડા ધોઈ નાખવાં તથા શીરને ધોઈને સ્વચ્છ કરવું ત્યારે તેમની શુદ્ધિ થઈ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 8:7
24 Iomraidhean Croise  

તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો.


મારા દોષથી મને પૂરેપૂરો ધૂઓ, મારાં પાપથી મને શુદ્ધ કરો. પાપની કબૂલાત


મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


“લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ


પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.”


તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ?


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


જો કોઈ તેની પથારી કે બેઠકનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


એ બધું બાળી નાખનારે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સ્નાન કર્યા પછી જ છાવણીમાં પાછા ફરવું.”


મોશેએ આરોન અને તેના પુત્રોને આગળ બોલાવ્યા, તેમને વિધિગત રીતે સ્નાન કરાવ્યું.


જો કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે તો તે અશુદ્ધ રહે છે. કારણ, તેના પર શુદ્ધિકરણનું પાણી રેડવામાં આવ્યું નથી. તે પ્રભુના મંડપને અશુદ્ધ કરે છે. એવા માણસનો બહિષ્કાર કરવો.


તમારાં બધાં કપડાંનું તથા ચામડાની, બકરાના વાળની કે લાકડાની બનાવેલી બધી ચીજવસ્તુઓનું શુધિકરણ કરવું.”


લેવીઓએ પોતાનું શુદ્ધિેકરણ કર્યું અને તેમણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં અને આરોને તેમને આરતીઅર્પણ તરીકે પ્રભુને આપી દીધા. તેણે તેમને શુધ કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો વિધિ પણ કર્યો.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


વિધિગત રીતે અશુદ્ધ હોય તેઓ પર બકરા તથા વાછરડાનું રક્ત અને વાછરડીની રાખ છાંટવામાં આવે છે અને તે દ્વારા તેમને તેમની તેવી અશુદ્ધતામાંથી શુદ્ધ કરવામાં આવે છે.


ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો.


તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે.


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan