Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 8:17 - પવિત્ર બાઇબલ C.L.

17 જ્યારે મેં ઇજિપ્તના પ્રથમજનિતોને મારી નાખ્યા ત્યારે મેં ઇઝરાયલીઓના પ્રથમજનિત પુરુષ કે પ્રાણીને મારા માટે અલગ કર્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે ઇઝરાલી લોકોનાં સર્વ પ્રથમ જન્મેલાં માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસર દેશમાં સર્વ પ્રથમ જન્મેલાંને માર્યા, તે દિવસે મેં મારે માટે તેઓને અલગ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે ઇઝરાયલમાંથી પ્રથમજનિત માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસરના સર્વ પ્રથમજનિતનો નાશ કર્યો ત્યારે તે સર્વને મેં મારા માટે અલગ કર્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 કારણ કે ઇસ્રાએલીઓનું પ્રથમજનિત બાળક પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, માંરું છે, જે દિવસે મેં મિસરના એકેએક પ્રથમજનિત બાળક, પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, સર્વને માંરી નાખ્યાં, તે દિવસે મેં ઇસ્રાએલનાં પ્રથમજનિત પુત્રોને મેં માંરા માંટે રાખી લીધા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 8:17
18 Iomraidhean Croise  

ઈશ્વરે તેમના દેશમાં સર્વ પ્રથમજનિતોને માર્યા; એટલે, તેમના પૌરુષત્વના પ્રથમ ફળરૂપ સંતાનોનો સંહાર કર્યો.


ઈશ્વરે ઇજિપ્તમાં, ઇજિપ્તીઓના અને તેમનાં પશુઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો.


તેમણે ઇજિપ્તના સર્વ પ્રથમજનિત પુત્રોને હણી નાખ્યા; હામના તંબૂઓમાં તેમના પૌરુષત્વનાં પ્રથમફળરૂપી પુત્રોને રહેંસી નાખ્યા.


મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં.


“તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.”


હું મંડપ તથા વેદીને પવિત્ર કરીશ અને આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવા બજાવવા માટે હું અલગ કરીશ.


મેં તેમને અમારી વચ્ચેના કરારના ચિહ્ન તરીકે સાબ્બાથદિન પાળવાનું જણાવ્યું, જેથી તેમને યાદ રહે કે મેં પ્રભુએ તેમને મારે માટે અલગ કર્યા છે.


દરેક પ્રથમજનિત પ્રાણી પ્રભુનું જ ગણાય; તેથી કોઈ સ્વૈચ્છિક રીતે એવા વાછરડાનું, હલવાનનું, લવારાનું સમર્પણ કરે નહિ; એ તો પ્રભુનું જ છે.


હવે ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે હું લેવીઓને રાખી લઉં છું.


કારણ, પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ જન્મેલા પ્રભુના પુત્રનું અર્પણ પ્રભુને કરવું.”


તો પછી પિતાએ મને અલગ કરીને આ દુનિયામાં મોકલ્યો છે ત્યારે ‘હું ઈશ્વરપુત્ર છું.’ એમ કહેવામાં હું ઈશ્વરનિંદા કરું છું એવું તમે કઈ રીતે કહી શકો?


અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.


તેમણે પોતાની ઇચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે.


Lean sinn:

Sanasan


Sanasan