Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 8:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાર પછી લેવીઓ બંને વાછરડાઓના માથા ઉપર પોતાના હાથ મૂકે. એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજો દહનબલિ તરીકે પ્રભુની સમક્ષ લેવીઓના પ્રાયશ્ર્વિત માટે અર્પણ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને લેવીઓ પોતાના હાથ વાછરડાંઓનાં માથાં પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એકને પાપાર્થાર્પણે માટે તથા બીજાને દહનીયાર્પણને માટે યહોવાની આગળ તું ચઢાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને લેવીઓ પોતાના હાથ વાછરડાઓનાં માથાં પર મૂકે અને લેવીઓના પ્રાયશ્ચિત અર્થે એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનીયાર્પણ તરીકે યહોવાહને તું ચઢાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “ત્યારબાદ લેવીએ બંને બળદોના માંથા પર હાથ મૂકવા અને એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા, લેવીઓને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત કરવાની આ વિધિ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 8:12
25 Iomraidhean Croise  

“મુલાકાતમંડપના આગળના ભાગમાં વાછરડો લાવીને તારે આરોન તથા તેના પુત્રોને તે વાછરડાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું.


માણસે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો એટલે તેનાં પાપ દૂર કરવાને માટે તેનો સ્વીકાર કરવામાં આવશે.


તે સાથે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ તરીકે લાવવાં.


“આરોન પોતાના અને પોતાના કુટુંબ માટે પ્રાયશ્ર્વિતબલિનો આખલો ચડાવે,


તેણે તેના માથા પર પોતાના બન્‍ને હાથ મૂકીને ઇઝરાયલી લોકના બધા દોષ, અપરાધ અને પાપ કબૂલ કરી એ બધાં બકરાને માથે મૂકવાં. ત્યાર પછી પસંદ કરેલી વ્યક્તિ મારફતે તેને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.


તેણે પોતાનાં અને પોતાના કુટુંબનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલાનું બલિદાન ચડાવવું.


સમાજના આગેવાનોએ તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ તેને કાપવો.


તેણે પ્રાયશ્ર્વિતના આખલાની માફક જ એ આખલાનું પણ કરવું અને એ રીતે યજ્ઞકાર લોકોનાં પાપને માટે પ્રાયશ્ર્વિત કરશે, એટલે તે તેમને માફ કરવામાં આવશે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લેવી અને યજ્ઞકારે યજ્ઞવેદી પર પ્રભુ સમક્ષ તે બાળી મૂકવી. આ રીતે યજ્ઞકાર માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તેને માફ કરવામાં આવશે.”


તે તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લાવે, પોતાનો હાથ તેના માથા ઉપર મૂકે અને પ્રભુની સમક્ષ તે કાપે.


“પણ જો તે ઘેટી કે બકરી ચડાવવાને સમર્થ ન હોય તો તેણે દોષનિવારણ બલિ તરીકે પ્રભુને બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાં; એક પ્રાયશ્ર્વિત બલિ તરીકે અને બીજું દહનબલિ તરીકે ચડાવવું.


પછી મોશે પ્રાયશ્ર્વિતબલિના આખલાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા.


પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું.


ત્યાર પછી મોશે દહનબલિના ઘેટાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા.


તમારાં પાપ દૂર કરવા માટે આજે આ વિધિ પ્રભુની આજ્ઞા પ્રમાણે પાળવામાં આવ્યો છે.


ત્યાર પછી તેણે આરોનને કહ્યું, “યજ્ઞવેદી પાસે જા અને તારા તથા લોકોનાં પાપને માટે પ્રભુને પ્રાયશ્ર્વિત બલિ અને દહનબલિ ચડાવ અને લોકોનાં પાપના નિવારણ માટે પ્રભુની આજ્ઞા પ્રમાણે આ યજ્ઞ કર.”


તેણે કોઈપણ જાતની ખોડ વગરનાં ત્રણ પ્રાણીઓ પ્રભુને અર્પણ કરવાં. દહનબિલ માટે એક વર્ષનો નરહલવાન, પ્રાયશ્ર્વિતબલિ માટે એક વર્ષની ઘેટી અને સંગતબલિને માટે એક ઘેટો.


યજ્ઞકારે આ બધાને પ્રભુની સમક્ષ રજૂ કરવાં અને તેમાંથી પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચઢાવવાં.


તારે લેવીઓનું આરતીઅર્પણ તરીકે અર્પણ કરવું અને તેમને આરોન અને તેના પુત્રો સમક્ષ રજૂ કરવા.


ત્યાર પછી તેમણે એક વાછરડો અને મોહેલા લોટનું ધાન્યઅર્પણ લેવાં અને બીજો એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે લેવો.


અલબત્ત, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે; અને રક્ત વહેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી નથી.


Lean sinn:

Sanasan


Sanasan