Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 7:89 - પવિત્ર બાઇબલ C.L.

89 જ્યારે મોશે પ્રભુની સાથે વાત કરવાને મુલાકાતમંડપમાં અંદર ગયો ત્યારે તેણે પાંખવાળા બે કરૂબોની વચ્ચે આવેલી સાક્ષ્યલેખની કરારપેટી ઉપરના ઢાંકણ એટલે દયાસન પરથી પ્રભુની વાણી સાંભળી, અને પ્રભુ તેની સાથે બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

89 અને મુલાકાતમંડપમાં મૂસા તેમની સાથે બોલવા ગયો, ત્યારે બે કરૂબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી પોતાની સાથે બોલનારની વાણી તેણે સાંભળી; અને તે તેની સાથે બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

89 જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

89 જે સમયે મૂસા યહોવા સાથે વાત કરવા માંટે પવિત્રમંડપમાં પ્રવેશ્યો તે સમયે તેણે કરારકોશના ઢાંકણા ઉપરના બે કરૂબ દેવદૂતોની વચ્ચેનો અવાજ સાંભળ્યો. યહોવા આ રીતે તેની સાથે બોલતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 7:89
15 Iomraidhean Croise  

ઓલિવવૃક્ષના લાકડામાંથી પાંખોવાળા બે પ્રાણી એટલે કરુબો બનાવીને પરમપવિત્રસ્થાનમાં મૂક્યા.


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


પ્રભુ રાજ કરે છે; સર્વ પ્રજાઓ કાંપો; તે કરુબો પરના રાજ્યાસન પર બિરાજમાન છે; ધરણી ધ્રૂજી ઊઠો.


પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


એને લીધે મોશે મંડપમાં જઈ શકાયો નહિ.


પ્રભુએ મોશેને બોલાવીને મુલાકાત મંડપમાંથી કહ્યું:


ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું:


હું ત્યાં ઊતરી આવીશ અને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તે હું તેમની સાથે વહેંચીશ અને પછી તેઓ લોકોનો બોજ ઉપાડવામાં તારી મદદ કરશે અને તારે એકલાએ સમગ્ર જવાબદારી ઉપાડવાની રહેશે નહિ.


તેથી હું તેની સાથે મોંઢામોંઢ વાત કરું છું. હું તેની સાથે રહસ્યભરી નહિ, પણ સ્પષ્ટ વાત કરું છું. તેણે મારું સ્વરૂપ પણ જોયું છે. તો પછી મારા સેવક મોશેની વિરૂધ ટીકા કરતાં તમને સંકોચ કેમ ન થયો?”


પ્રભુએ મોશેને કહ્યું,


તેથી, આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને જઈએ.


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


તેથી તેમણે શીલોમાં સંદેશકો મોકલીને પાંખાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર સેનાધિપતિ પ્રભુની કરારપેટી મેળવી. એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ ઈશ્વરની કરારપેટીની સાથે આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan