Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:24 - પવિત્ર બાઇબલ C.L.

24 ‘પ્રભુ તમને આશિષ આપો, અને તમારી સંભાળ રાખો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ‘યહોવા તમને આશીર્વાદ આપો અને તમાંરું રક્ષણ કરો;

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:24
22 Iomraidhean Croise  

જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.”


ઓ પ્રભુ પરમેશ્વર, તમે વચન આપ્યું છે તેથી હવે કૃપા કરીને તમારા સેવકના રાજકુટુંબને આશિષ આપો કે તે તમારી સમક્ષ જારી રહે. તમારી જ આશિષથી તમારા આ સેવકનું રાજકુટુંબ સદાની આશિષ પામશે.”


આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ તમને સિયોનમાંથી આશિષ આપો.


હે પ્રભુ, તમારા લોકોને ઉગારો, અને તમારા વારસાને આશિષ આપો; તમે તેમનું પાલન કરો અને સાચવો.


કારણ, તારા સર્વ માર્ગોમાં તારી રક્ષા કરવા, ઈશ્વર પોતાના દૂતોને આજ્ઞા આપશે.


“હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું.


“મેં પ્રભુએ તને પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા અર્થે બોલાવ્યો છે. હું તારો હાથ પકડી રાખીશ અને તને સંભાળીશ. તું બધા લોકોની સાથેના મારા કરારરૂપ બનીશ અને વિદેશીઓમાં તું પ્રકાશરૂપ બની રહીશ.


હે ઈશ્વર, મારી પ્રાર્થના અને મારી આજીજી સાંભળો. તમે જ ઈશ્વર છો એવું સૌ કોઈ જાણે માટે તમારા પાડી નંખાયેલા મંદિરનો પુનરોદ્ધાર કરો.


અને હવે હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પરંતુ તેઓ દુનિયામાં છે; હે પવિત્ર પિતા, જે નામ તમે મને આપ્યું છે તે નામના સામર્થ્યથી તમે તેમનું રક્ષણ કરો; જેથી જેમ તમે અને હું એક છીએ, તેમ તેઓ પણ એક થાય.


જો તમે ફક્ત આત્મામાં ઈશ્વરનો આભાર માનો, તો પછી ભક્તિસભામાં ભાગ લઈ રહેલ સામાન્ય માણસ તમારી આભાર દર્શાવતી પ્રાર્થનામાં “આમીન” શી રીતે કહી શકશે? કારણ, તમે જે કહી રહ્યા છો તે તો એ સમજી શક્તો નથી.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે રહો.


અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે.


આપણને શાંતિ આપનાર ઈશ્વર તમને સંપૂર્ણપણે પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા, પ્રાણ અને શરીરને એટલે, તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો.


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.


થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.”


તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan