Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:18 - પવિત્ર બાઇબલ C.L.

18 નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પોતાના સમર્પિત માથાના વાળ કપાવવા અને સમર્પિત વાળને સંગતબલિના અગ્નિમાં સળગાવી દેવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને નાજરી મુલાકાતમંડપના દ્રાર પાસે પોતાનું વૈરાગી માથું મૂંડાવે, ને પોતાના વૈરાગી માથાના વાળ લઈને શાંત્યર્પણોના યની નીચેના અગ્નિ પર તે મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અને નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “નાઝારી વ્રત ધારણ કરનારે પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવાં, અને એ સમર્પિત કરી શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં હોમી દેવા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:18
9 Iomraidhean Croise  

તેણે ખમીર વગરની રોટલીની ટોપલી સાથે ઘેટાને સંગતબલિ તરીકે અર્પણ કરવા અને તે ઉપરાંત ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં.


નાઝીરી વ્રતમાં અલગતાના સર્વ દિવસો દરમિયાન તેણે માથાના વાળ કપાવવા નહિ કે દાઢી કરવી નહિ. વ્રત પૂરું ન થાય ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત થયેલ છે. તેણે તેના વાળ તેમજ દાઢી વધવા દેવાં.


“જો કોઈ માણસ નાઝીરીની નજીક અચાનક મૃત્યુ પામે અને તેથી નાઝીરીના સમર્પિત વાળ અશુદ્ધ થાય તો તેણે સાત દિવસ સુધી રાહ જોવી અને પછી સાતમે દિવસે પોતાના વાળ કાપી નંખાવવા અને આમ તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે.


એ જ રીતે તમારે પણ તમને આપવામાં આવેલી બધી આજ્ઞાઓ પાળ્યા પછી પણ કહેવું કે, ‘અમે નક્મા ચાકરો છીએ; અમે તો માત્ર અમારી ફરજ બજાવી છે.”


પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.


અમે કહીએ તે કર. અહીં ચાર માણસોએ માનતા લીધી છે.


તું તેમની સાથે જા, તેમના શુદ્ધિકરણની ક્રિયામાં તું પણ ભાગ લે અને તેમનો ખર્ચ ઉઠાવ; પછી તેઓ તેમના માથાના વાળ કપાવી શકશે. આમ, બધાને એમ ખબર પડશે કે તારા વિષે તેમણે જે સાંભળ્યું છે તેમાં કંઈ તથ્ય નથી, પણ તું તો મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે.


તેથી પાઉલ એ માણસોને લઈને ગયો અને બીજે દિવસે તેમની સાથે શુદ્ધિકરણની ક્રિયા કરી. પછી તે મંદિરમાં ગયો અને શુદ્ધિકરણનો સમય કેટલા દિવસ પછી પૂરો થશે અને ત્યારે એમાંના પ્રત્યેકને માટે ક્યારે બલિદાન કરવામાં આવશે તેની તેણે ત્યાં જાહેરાત કરી.


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan