Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 5:22 - પવિત્ર બાઇબલ C.L.

22 આ શાપકારક પાણી તારા પેટમાં પ્રવેશતાં જ તારું ગર્ભાશય સડી જાઓ અને તારું પેટ સૂજી જાઓ.’ ત્યારે તે સ્ત્રી કહે, ‘આમીન, આમીન.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને શાપકારક પાણી તારાં આંતરડામાં જઈને તારા પેટને સુજાવી દે, ને તારી જાંઘને સડાવી નાંખે;’ અને તે સ્‍ત્રી કહે ‘આમીન, આમીન.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 આ શાપકારક પાણી તારા આંતરડામાં પ્રવેશીને તને સુજાવી દે અને તારી જાંઘને સડાવી નાખે. પછી તે સ્ત્રી જવાબ આપે કે “જો હું દોષિત હોઉં તો હા, એમ જ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “આ જળ તારા પેટમાં પ્રવેશીને તેને ફુલાવી દો, અને તારા ગર્ભાશયને સંકોચાવી દો. પછી તે સ્ત્રીએ ‘આમીન’ ‘આમીન’ એમ જવાબ આપે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 5:22
16 Iomraidhean Croise  

વસ્ત્રની જેમ તે સતત શાપ માટે ધારણ કરતો હતો; પીધેલા પાણીની જેમ તેના શાપ તેના શરીરની અંદર પ્રવેશો, અને માલિશના તેલની જેમ તેનાં હાડકાં સુધી પહોંચો.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!!


તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!


પ્રભુ સર્વકાળ ધન્ય હો! આમીન તથા આમીન!


તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે.


પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને આપું તે વિંટો તું ખાઈ જા; પેટ ભરીને ખા.” ત્યારે મેં તે વિંટો ખાધો અને તે મને મધ જેવો મીઠો લાગ્યો.


“ત્યાર પછી યત્રકારે આ શાપને ચર્મપત્ર પર લખી લેવો અને તેને પેલા ક્સોટીના પાણીમાં ધોઈ નાખવો.


અને પાણી પીવડાવ્યા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ પતિને બેવફા થઈને પોતાની જાતને ભ્રષ્ટ કરી હશે તો શાપકારક પાણી પેટમાં ઊતરતાં જ ક્સોટી કરશે અને પેટને સુજાવી દેશે અને ગર્ભાશય સડી જશે અને તે સ્ત્રી પોતાના લોકોમાં શાપરૂપ બની જશે.


હું તમને સાચે જ કહું છું: અમે જે જાણીએ છીએ તે વિષે બોલીએ છીએ, અને જે નજરે જોયું છે તે વિષે સાક્ષી પૂરીએ છીએ. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી.


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.”


ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જો તમે માનવપુત્રનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન હોઈ શકે જ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan