Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 4:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના દીકરાઓએ મંડપની અંદર જઈને સાક્ષ્યલેખની કરારપેટીની આગળનો પડદો ઉતારી લેવો અને તેનાથી કરારપેટીને ઢાંકી દેવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને છાવણી ઊપડતી વખતે હારુન તથા તેના દિકરા અંદર જઈને ઓથાનો પડદો ઉતારે, ને તેને કરારકોશ ઉપર ઓઢાડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જ્યારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના દીકરાઓએ અંદર જઈને પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈને તેનાથી સાક્ષ્યકોશને ઢાંકી દેવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “જયારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના પુત્રોએ પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈ તેનાથી સાક્ષ્કોશને ઢાંકી દેવો,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 4:5
23 Iomraidhean Croise  

પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે લેવીઓએ કરારપેટીને દાંડા વડે પોતાને ખભે ઉપાડી લીધી.


તેથી મુલાકાતમંડપ અને ભક્તિની સર્વ સાધનસામગ્રી હવે લેવીઓએ ઊંચકવાની જરૂર પડશે નહિ.


તેણે પરમ પવિત્રસ્થાન માટે નીલા, જાંબુડી અને કિરમજી રંગના સૂતર અને ઝીણા અળસીરેસાનો પડદો બનાવડાવ્યો અને તે પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું હતું.


તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસીરેસાનો પડદો બનાવ્યો અને તેના પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું.


તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે.


સોનાની ધૂપવેદીને તું સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી આગળ મૂકજે, અને મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવજે.


બધી પ્રજા પર ફરી વળેલા શોકાવરણને અને વીંટાઈ વળેલા કફનને ત્યાં દૂર કરવામાં આવશે.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


દરેક વખતે એક જ ક્રમમાં તેઓ કૂચ કરતા. યહૂદા કુળના સૈન્યના વજવાળા લોકો તેમની ટુકડીઓ પ્રમાણે પ્રથમ ચાલી નીકળ્યા.


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


મુલાકાતમંડપમાં તેમની સેવા આ પ્રમાણે છે. પરમ પવિત્ર વસ્તુઓને લગતી સેવા આ પ્રમાણે છે.


પરંતુ મોશેએ કહાથીઓને કશું જ આપ્યું નહિ. કારણ, જે પવિત્ર વસ્તુઓની સેવા તેઓને સોંપવામાં આવી હતી, તે તેમણે પોતાના ખભા ઉપર જ ઊંચકવાની હતી.


ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા;


ત્યાર પછી મોશેએ ઈશ્વરનો આ નિયમ લખીને પ્રભુની કરારપેટી સાચવનાર લેવીકુળના યજ્ઞકારોને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો.


તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે.


બીજા પડદાની પાછળ પરમ પવિત્ર સ્થાન હતું.


હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan