ગણના 4:33 - પવિત્ર બાઇબલ C.L.33 મરારીના પુત્રોના કુટુંબોએ આ પ્રમાણેની સેવા કરવાની છે. મુલાકાતમંડપમાં તેમનાં બધાં કામો પર યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારે દેખરેખ રાખવાની છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 મરારીના પુત્રોનાં કુટુંબોનું કામ, એટલે તેમની બધી સેવા પ્રમાણે, મુલાકાતમંડપમાં, હારુન યાજકના પુત્ર ઇથામારના હાથ નીચે જે કામ તે એ છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ33 પ્રત્યેક પુરુષને તેણે ઉપાડવાની વસ્તુઓ સોંપવામાં આવે. મરારીના કુળસમૂહો પણ આટલી સેવા કરે. પવિત્રમંડપના તેઓનાં બધાં કામો ઉપર યાજક હારુનના પુત્ર ઈથામાંરે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.” Faic an caibideil |
પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે મોશે, આરોન અને ઇઝરાયલી સમાજના આગેવાનોએ લેવીકુળના ત્રણ મુખ્ય ગોત્રો કહાથ, ગેર્શોન અને મરારીના લોકોની ગણતરી ગોત્ર અને કુટુંબ પ્રમાણે કરી. તેમણે ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના મુલાકાતમંડપને ઉપાડવા તેમજ તેમાં સેવા કરવાને લાયક એવા તમામ માણસોની નોંધણી કરી. તે નીચે પ્રમાણે છે: ગોત્ર સંખ્યા કહાથ 2,750 ગેર્શોન 2,630 મરારી 3,200 કુલ: 8,580