Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 4:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 4:15
26 Iomraidhean Croise  

સાદોક યજ્ઞકાર સાથે હતો અને તેની સાથે પવિત્ર કરારપેટી ઊંચકનારા લેવીઓ હતા. તેમણે કરારપેટી નીચે મૂકી અને સર્વ લોકો નગરમાંથી નીકળી ગયા ત્યાં સુધી તેમણે તે ઉઠાવી નહિ.


કરારપેટી ઊંચકનારાઓ છ ડગલાં ચાલ્યા કે દાવિદે તેમને થોભાવીને આખલા અને માતેલા વાછરડાનું બલિદાન કર્યું.


બધા આગેવાનો એકત્ર થયા એટલે યજ્ઞકારોએ કરારપેટી ઉપાડી,


પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે લેવીઓએ કરારપેટીને દાંડા વડે પોતાને ખભે ઉપાડી લીધી.


પછી તેણે કહ્યું, “માત્ર લેવીઓએ જ કરારપેટી ઉપાડવી; કારણ, પ્રભુએ તેમને જ તે ઊંચકવા અને હંમેશને માટે તેમની સેવા કરવા પસંદ કર્યા છે.”


તેથી મુલાકાતમંડપ અને ભક્તિની સર્વ સાધનસામગ્રી હવે લેવીઓએ ઊંચકવાની જરૂર પડશે નહિ.


તું લોકોને માટે પર્વતની ચારે બાજુએ હદ ઠરાવજે અને તેમને કહેજે કે કોઈ પર્વત પર ચડે નહિ કે તેની નજીક પણ ન આવે. જો કોઈ પર્વતને અડકે તો તે નિશ્ર્વે માર્યો જાય. તમારે તેવા માણસનો સ્પર્શ ન કરવો.


પ્રભુએ મોશેને કહ્યું, “નીચે જઈને લોકોને ચેતવણી આપ કે તેઓ સીમા ઓળંગીને મને જોવા માટે નજીક ન આવે; જો તેમ કરશે તો ઘણા મૃત્યુ પામશે.


જ્યારે વેદી ઊંચકવામાં આવે ત્યારે વેદીની બાજુઓનાં એ કડાંમાં પરોવવા.


પછી પ્રભુ સમક્ષ ધૂપને અગ્નિ પર નાખવો. તેથી સાક્ષ્યલેખની કરારપેટી પરનું દયાસન ધૂમાડાથી ઢંકાઈ જશે અને તે તેને જોઈ શકશે નહિ; અને એમ તે માર્યો જશે નહિ.


તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે.


જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે.


ત્યાર પછી લેવીકુળના કહાથના કુટુંબો પવિત્ર સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. તેઓ બીજા પડાવને સ્થળે આવી પહોંચે તે પહેલાં, મંડપ ફરી ઊભો કરવામાં આવતો હતો.


તેમણે તારી સાથે રહીને તારી અને મંડપને લગતી સેવા કરવાની છે. પરંતુ તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે યજ્ઞવેદીની નજીક જવાનું નથી; જેથી તેઓ તથા તમે યજ્ઞકારો માર્યા ન જાઓ.


મોશે, આરોન અને તેના પુત્રોના કુટુંબોએ મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ પડાવ નાખવાનો હતો. ઇઝરાયલી લોકો માટે પવિત્રસ્થાનમાં સેવા બજાવવાનું કાર્ય તેમનું હતું. જો કોઈ બીજો એ સેવા બજાવવા જાય તો તે માર્યો જશે.


અને તેના પર વેદીની સેવામાં વપરાતી બધી સાધનસામગ્રી એટલે, સગડીઓ, ચીપિયા, પાવડા અને તબકડાં મૂકવા. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા.


કહાથના પુત્રોનું ગોત્ર લેવીકુળમાંથી નષ્ટ ન થઈ જાય તે માટે આરોન અને તેના પુત્રોએ અંદર પ્રવેશ કરવો અને દરેકને તેનું કાર્ય અને કઈ વસ્તુ ઊંચકવાની છે તેની જવાબદારી સોંપવી.


પરંતુ કહાથના કુટુંબના કોઈએ એક ક્ષણ માટે પણ પવિત્ર વસ્તુઓ જોવા અંદર જવું નહિ; નહિ તો તે માર્યો જશે.”


પરંતુ મોશેએ કહાથીઓને કશું જ આપ્યું નહિ. કારણ, જે પવિત્ર વસ્તુઓની સેવા તેઓને સોંપવામાં આવી હતી, તે તેમણે પોતાના ખભા ઉપર જ ઊંચકવાની હતી.


ત્યાર પછી મોશેએ ઈશ્વરનો આ નિયમ લખીને પ્રભુની કરારપેટી સાચવનાર લેવીકુળના યજ્ઞકારોને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો.


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે લોકોએ જે જે કરવાનું હતું તે બધું પાર પડયું ત્યાં સુધી યજ્ઞકારો યર્દનની વચમાં ઊભા રહ્યા. અગાઉ પણ મોશેએ યહોશુઆને એ જ આજ્ઞા આપી હતી.


હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan