Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:30 - પવિત્ર બાઇબલ C.L.

30 ખૂનના આરોપીને બે અથવા તેથી વધુ સાક્ષી પુરાવાઓને આધારે જ ખૂની ઠરાવીને મૃત્યુની સજા ફટકારી શકાય. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો મૃત્યુદંડ આપવા માટે પૂરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 જે કોઈ માણસનું ખૂન કરે, તે ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાતદંડ ભોગવે, પણ કોઈને દેહાતદંડ આપવા માટે એક જ શાહેદની સાક્ષી બસ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 “મનુષ્યવધ કરનારને એકથી વધુ સાક્ષીઓના પુરાવાને આધારે જ ખૂની ઠરાવીને દેહાતદંડની સજા કરી શકાય. ફકત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માંટે પૂરતો ગણાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:30
14 Iomraidhean Croise  

“જે કોઈ માણસને મારી નાખે તેને નિશ્ર્વે મારી નાખવો.


“જો કોઈ ખૂન કરે તો તેને મોતની સજા ફટકારવામાં આવે.


“પણ જો કોઈ માણસ કોઈને લોખંડ, પથ્થર કે લાકડાના હથિયારથી મારે તો તેણે ખૂન કર્યું છે. ખૂનીને મોતની સજા થવી જ જોઈએ. ખૂનીને મારી નાખવાની જવાબદારી મરનારના સૌથી નિકટના સગાની છે. જ્યારે તે તેને શોધી કાઢે ત્યારે તેણે તેને મારી નાખવો.


મૃત્યુદંડની સજા થયેલા ખૂનીને મુક્તિમૂલ્ય લઈને છોડાવી લેવાય નહિ. તેને તો મૃત્યુદંડ મળવો જ જોઈએ.


પણ જો તે તારું સાંભળે જ નહિ, તો તારી સાથે બીજી એક કે બે વ્યક્તિને લઈને તેની પાસે જા. જેથી શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક આક્ષેપ બે કે ત્રણ વ્યક્તિની સાક્ષીથી પુરવાર થાય.


“કોઈ માણસને સાંભળ્યા વગર અને તેણે શું કર્યું છે તેની તપાસ કર્યા વિના આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે આપણે તેને સજાપાત્ર ઠરાવી શક્તા નથી.”


આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવાનો છું. “કોઈપણ આરોપ બે અથવા ત્રણ સાક્ષીથી પુરવાર થવો જોઈએ,” એવું શાસ્ત્રમાં લખેલું છે.


“એક જ સાક્ષીની જુબાનીથી કોઈને દોષિત ઠરાવી શકાય નહિ. બે અથવા ત્રણ સાક્ષીઓની જુબાનીને આધારે જ કોઈ માણસ પરનો આરોપ પુરવાર થવો જોઈએ.


‘પોતાના પડોશીની ગુપ્ત રીતે હત્યા કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


ધર્મસેવક વિરુદ્ધની ફરિયાદ બે કે ત્રણ સાક્ષી મારફતે આવે નહિ તો તેને સ્વીકારવી નહિ.


જે કોઈ મોશેના નિયમનું ઉલ્લંઘન કરે, અને બે કે ત્રણ સાક્ષીઓ દ્વારા તેનો ગુનો સાબિત થાય, તો તેને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે.


અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan