Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:12 - પવિત્ર બાઇબલ C.L.

12 સમગ્ર સમાજ સમક્ષ ન્યાયચુકાદા માટે મુકદ્દમો ચલાવ્યા વગર ખૂનીની હત્યા કરાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, એ માટે કે મનુષ્યઘાતકને ઇનસાફને માટે પ્રજાની આગળ ખડો કરવામાં આવે ત્યાં સુધી તે માર્યો જાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એ નગરમાં તે મરનારનું વેર લેવા ઈચ્છતા સગાથી તે સુરક્ષિત રહી શકે. સમાંજ સમક્ષ ન્યાય ચલાવ્યા વિના તેને માંરી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:12
10 Iomraidhean Croise  

હવે મારા સર્વ સંબંધીઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી પાસેથી મારો છોકરો તેમને સોંપી દેવાની માગણી કરે છે. જેથી તેના ભાઈને મારી નાખવા બદલ તેઓ તેને મારી નાખે. તેમનો ઇરાદો એ રીતે એકમાત્ર વારસદારનું ખૂન કરવાનો છે. તેઓ એમ કરે તો હું પુત્રવિહોણી થઈ જઈશ. તેઓ મારી છેલ્લી આશાને નષ્ટ કરી દેશે અને પૃથ્વીના પટ પરથી મારા પતિને નિર્વંશ કરી દઈને તેમનું નામ મિટાવી દેશે.”


તમારે આશ્રયનગર તરીકે છ નગરો પસંદ કરવાં.


કોઈ માણસને બીજા માણસ પર અગાઉથી વેર ન હોય અને આકસ્મિક રીતે તેની હત્યા કરી બેસે તો તે માણસ ત્યાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે.


જો નગરે પહોંચવાનો રસ્તો લાંબો હોય તો ખૂનનો બદલે લેનાર સગો પેલા માણસને રસ્તામાં પકડી પાડશે અને અગાઉથી વેર ન હોવાથી તે માણસ મૃત્યુદંડને પાત્ર ન હોવા છતાં તે તેને ક્રોધના આવેશમાં મારી નાખશે.


સમસ્ત ઇઝરાયલી લોકો અને તેમની વચમાં વસતા પરદેશીઓ માટે તે આ શ્રયનગરો પસંદ કર્યાં. કોઈ માણસ ભૂલથી કે અજાણતાથી કોઈને મારી નાખે તો ખૂનનું વેર લેનાર વ્યક્તિથી તે ત્યાં નાસી જઈને રક્ષણ પામી શકે; જ્યાં સુધી તેનો જાહેરમાં ન્યાય ન થાય ત્યાં સુધી તે માર્યો જાય નહિ.


Lean sinn:

Sanasan


Sanasan