Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 33:53 - પવિત્ર બાઇબલ C.L.

53 તમારે તે દેશનો કબજો લઈને તેમાં વસવાટ કરવો; કારણ, મેં તે દેશ તમને આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 અને દેશને કબજે કરીને તેમાં વસો; કેમ કે વતનને માટે મેં તે દેશ તમને આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 તમાંરે તે પ્રદેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કારણ કે, મે એ પ્રદેશ તમને જ આપી દીધો છે, તમાંરે ચિઠ્ઠી નાખીને એ પ્રદેશ તમાંરા વંશો અને કુળો વચ્ચે વહેંચી આપવો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 33:53
16 Iomraidhean Croise  

પછી પ્રભુએ તેને કહ્યું, “આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું.”


આકાશોનાં આકાશો પ્રભુનાં છે, પણ પૃથ્વી તો તેમણે માનવજાતને આપી છે.


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે.


તને માનવ સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે. સાત વર્ષ સુધી તું વન્ય પ્રાણીઓ મધ્યે વસશે અને બળદની જેમ ઘાસ ખાશે ત્યારે તું કબૂલ કરશે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે અને પોતે ચાહે તેને તે આપે છે.”


મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક્ક નથી? કે પછી તમને મારી ઉદારતાની ઈર્ષા આવે છે?


તમે યર્દન નદી પાર કરવાના છો અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ સોંપે છે તેનો કબજો લેવાના છો. જ્યારે તમે એ દેશનો કબજો લો અને ત્યાં વાસ કરો,


“તમારા ઈશ્વર પ્રભુ જે દેશ તમને આપે છે તેમાં જઈને તમે તેનો કબજો લો અને તેમાં ઠરીઠામ થાઓ ત્યારે તમને થશે કે, ‘આસપાસની સર્વ પ્રજાઓની જેમ અમારે પણ અમારા ઉપર રાજાની નિમણૂક કરવી છે.’


“તે સમયે મેં તેમને આવી આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા સર્વ લડવૈયા પુરુષો શસ્ત્રસજ્જ થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયલીઓની સાથે યર્દન નદીની પેલે પાર જાઓ.


સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા;


“તમારા મનમાં એમ ન ધારશો કે આ પ્રજાઓ અમારા કરતાં સંખ્યામાં વિશાળ છે અને અમે તેમને હાંકી કાઢી શકીશું નહિ.


બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે.


આમ, ઇઝરાયલીઓના પૂર્વજોને પ્રભુએ આપેલા શપથપૂર્વકના વચન પ્રમાણે તેમણે તેમને આખો દેશ આપ્યો. તેમણે તેનો કબજો મેળવ્યો એટલે તેમાં વસવાટ કર્યો.


તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારી આગળ પીછેહઠ કરાવશે અને તમે આગળ વધતા રહો તેમ તેમ તેમને હાંકી કાઢશે. તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમે તેમનો પ્રદેશ સંપાદન કરી શકશો.


Lean sinn:

Sanasan


Sanasan