Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 33:52 - પવિત્ર બાઇબલ C.L.

52 ત્યારે તમારે તે દેશમાં બધા વતનીઓને હાંકી કાઢવા. તેમની પથ્થરની અને ધાતુઓની મૂર્તિઓનો નાશ કરવો અને તેમનાં બધાં ઉચ્ચ ભક્તિસ્થાનો તોડી પાડવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો, ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી [ધાતુની] મૂર્તિઓનો નાશ કરો, ને તેઓનાં સર્વ દેવસ્થાનોને તોડી પાડો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

52 ત્યારે તમાંરે દેશના બધા વતનીઓને હાંકી કાઢવા, તમાંરે તેમની બધી પથ્થરની કે ધાતુની મૂર્તિઓનો નાશ કરવો, તેમનાં બધાં કોતરેલા પથ્થરો, ધાતુની ગાળેલી પ્રતિમાંઓ તથા પર્વતોમાં આવેલાં મૂર્તિઓની પૂજા કરવાનાં દેવસ્થાનોનો તમાંરે પૂરો નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 33:52
18 Iomraidhean Croise  

યરુશાલેમની પૂર્વમાં આવેલા પર્વત પર તેણે મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ અને આમ્મોનના તિરસ્કારપાત્ર દેવ મિલ્કોમની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બંધાવ્યાં.


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


પ્રભુએ કહ્યું, “તમે પૂજા કરવા માટે મૂર્તિઓ, પ્રતિમા, સ્તંભ કે કોતરેલા પથ્થર બનાવશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


પ્રભુ તમને તેમના પર વિજય અપાવશે અને મેં જે સર્વ આજ્ઞાઓ તમને ફરમાવી છે તે પ્રમાણે જ વર્તજો.


હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.”


પ્રભુએ પોતાના સેવક મોશેને આજ્ઞાઓ આપી હતી અને મોશેએ એ આજ્ઞાઓ યહોશુઆને આપી અને યહોશુઆએ તેમનું પાલન કર્યું. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞાઓમાંથી યહોશુઆએ અમલ કર્યા વિના એકપણ આજ્ઞા રહેવા દીધી નહિ.


વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ.


પણ ઇઝરાયલી માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારી નજીકમાં જ વસતા હો તો અમારે તમારી સાથે સંધિકરાર કરવાની શી જરૂર છે?”


તમારે આ દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો કરાર કરવો નહિ. તમારે તેમની વેદીઓ તોડી નાખવી.’ પણ તમે મારા કહ્યા પ્રમાણે કર્યું નથી. તમે શા માટે એવું કર્યું?


Lean sinn:

Sanasan


Sanasan