Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:38 - પવિત્ર બાઇબલ C.L.

38 નબો, બઆલ-મેઓન (આ નામ બદલવામાં આવ્યું હતું.) અને સિબ્મા ફરીથી બાંધ્યાં અને તેમણે પુન: બાંધેલાં નગરોને નવાં નામ આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 તથા નબો તથા બાલ-મેઓન (તેઓનાં નામ બદલીને) તથા સિબ્મા બાંધ્યાં. અને જે નગરો તેઓએ બાંધ્યાં તેઓને તેઓએ બીજાં નામ આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 નબો, બઆલ-મેઓન પછી તેઓના નામ બદલીને તથા સિબ્માહ બાંધ્યાં. જે નગરો તેઓએ બાંધ્યાં તેઓને તેઓએ બીજાં નામ આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલ-મેઓન અને સિબ્માંહ આ રીતે નબો અને બઆલ-મેઓનને નવા નામ આપ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:38
15 Iomraidhean Croise  

ઈસ્હાકે પોતાના પિતા અબ્રાહામના વખતમાં ખોદાયેલા કૂવા ફરી ખોદી કાઢયા; કારણ, અબ્રાહામના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે પૂરી દીધા હતા. વળી, તે કૂવાઓનાં જે નામ ઇસ્હાકના પિતાએ પાડયાં હતાં તે જ નામ ઇસ્હાકે પણ પાડયાં.


નબોના ગોત્રમાંના: યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, ઇદ્દો, યોએલ તથા બનાયા.


પણ અન્ય દેવોના ઉપાસકો દુ:ખમાં ડૂબી જશે; તેથી હું અન્ય દેવોને બલિ ચડાવીશ નહિ, મારે હોઠે તેમનાં નામ લઈશ નહિ.


“હું પ્રભુ તમને જે કહું છું તે સર્વ પર લક્ષ આપો. તમે બીજા દેવોની પ્રાર્થના કરશો નહિ; તેમજ તમારે મોંઢે તેમનાં નામ પણ ઉચ્ચારશો નહિ.


કારણ, હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષવાડીઓ ખેદાનમેદાન થઈ જશે. આ દ્રાક્ષવાડીઓના શ્રેષ્ઠ દારૂથી વિદેશી રાજ્યર્ક્તાઓ મસ્ત થતા હતા. એ સમયે એનો દ્રાક્ષવેલો યાઝેર સુધી, પૂર્વના રણપ્રદેશ સુધી અને પશ્ર્વિમમાં મૃતસરોવરને પેલે પાર પહોંચતો.


બેલદેવ નમી પડયો છે, નબોદેવ ઝૂકી પડયો છે. તેમની મૂર્તિઓ ભારવાહક ગધેડાં પર લાદવામાં આવી છે. એકવાર બેબિલોનીઓ તેમને સરઘસમાં ઊંચકીને ફેરવતા હતા, પણ અત્યારે તો તેઓ થાકેલાં પ્રાણીઓને ભારરૂપ થઈ પડી છે.


મોઆબ વિષે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: નબોના લોકોની કેવી દુર્દશા! કારણ, તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઇમ લજ્જિત થયું છે; કારણ, તેને જીતી લેવામાં આવ્યું છે. તેના મજબૂત કિલ્લાને તોડી પાડવામાં આવ્યો છે, અને તેના લોકો અપમાનિત કરાયા છે.


સપાટ ઉચ્ચપ્રદેશનાં નગરો, હોલોન, યાહસા, મેફાઆથ. દીબોન, નબો, બેથ-દિલ્લાથાઈમ. કિર્યાથાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન કરીઓથ, બોસ્રા અને મોઆબ દેશનાં દૂરના કે નજીકનાં બધાં નગરોને સજા કરવામાં આવી છે.


તેથી હું મોઆબીઓના ગૌરવસમાં સરહદી નગરો એટલે બેથ યશીમોથ, બઆલ મેઓન, તથા કિર્યાથાઇમ પર ચારેય બાજુઓથી આક્રમણ કરાવીશ. હું પૂર્વના રણપ્રદેશની ટોળીઓને આમ્મોનની સાથે સાથે મોઆબને પણ જીતી લેવા દઈશ;


બીજે દિવસે સવારે બાલાક બલામને બઆલનાં ઉચ્ચ ભક્તિસ્થાનો પર લઈ ગયો, જ્યાંથી ઇઝરાયલી લોકોનો સૌથી છેવાડાનો ભાગ પણ દેખાતો હતો.


“ઇઝરાયલીઓએ પ્રભુની મદદથી કબજે કરેલો અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રા, હેશ્બોન, એલઆલેહ, સબામ તથા નબો અને બેઓન નગરોનો પ્રદેશ ઢોરઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે અને તમારા આ સેવકોની પાસે પુષ્કળ ઢોર છે.


રૂબેનના કુળના લોકોએ હેશ્બોન, એલઆલે, કિર્યાથાઈમ,


જેમ તારો ભાઈ આરોન હોર પર્વત પર મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો એમ તું જે પર્વત ચડે છે ત્યાં મૃત્યુ પામીશ અને તારા પૂર્વજો સાથે મળી જઈશ.


વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan