Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:33 - પવિત્ર બાઇબલ C.L.

33 તેથી મોશેએ ગાદ અને રૂબેનના કુળોને તથા યોસેફના પુત્ર મનાશ્શાના અર્ધા કુળને અમોરીઓના રાજા સિહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય એટલે તેમનો આખો પ્રદેશ, તેનાં નગરો, આસપાસની જમીન સાથે વારસામાં આપી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને મૂસાએ તેઓને, એટલે ગાદના પુત્રોને તથા રુબેનના પુત્રોને તથા યૂસફના દિકરા મનાશશાના અડધા કુળને, અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય, એટલે એ દેશ તેનાં નગરો તથા તેઓની સીમો સહિત, હા, તે દેશની ચાર તરફનાં સર્વ નગરો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 આથી મૂસાએ ગાદના તથા રુબેનના વંશજોને તથા યૂસફના દીકરા મનાશ્શાના અર્ધકુળને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય આપ્યું. તેણે તેઓને તે દેશ, તેની સરહદો સાથે તેના બધા નગરો તથા તે દેશની આજુબાજુનાં બધાં નગરો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 આથી મૂસાએ ગાદના અને રૂબેનના વંશજોને તથા યૂસફના પુત્ર મનાશ્શાના અર્ધકુળસમૂહને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય, એ સમગ્ર પ્રદેશ અને તેમાંના શહેરો તથા આજુબાજુની જમીન બધું આપી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:33
21 Iomraidhean Croise  

દાવિદ રાજાએ યેરિયાના સગાંસંબંધીઓમાંથી બે હજાર સાતસો કાર્યદક્ષ કુટુંબ-વડાઓ પસંદ કર્યા, અને યર્દન નદીની પૂર્વગમ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના પ્રાંતોમાં ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બાબતોનો વહીવટ તેમને સોંપ્યો.


રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના સૈન્યમાં 44,760 સૈનિકો હતા. તેઓ ઢાલ, તલવાર અને બાણ વાપરવામાં સારી રીતે કેળવાયેલા હતા.


રૂબેન અને ગાદનાં કુળો પાસે પુષ્કળ ઢોરઢાંક હતાં. તેમણે જોયું કે યાઝેર અને ગિલ્યાદનો પ્રદેશ ઢોર ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે.


અમે શસ્ત્રસજ્જ થઈને પ્રભુ સમક્ષ યર્દન ઓળંગીને કનાન દેશમાં જઈશું. જેથી અમને યર્દન નદીના પૂર્વકાંઠાનો આ ભાગ વારસા તરીકે મળે.”


રૂબેન તથા ગાદ તેમજ મનાશ્શાના અર્ધા કુળને તો તેમનાં પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેમનો વારસો મળી ગયો છે. આ લોકોને યરીખોની સામે યર્દન નદીને પૂર્વ કાંઠે વારસો મળી ચૂક્યો છે.”


તેમનો પ્રદેશ આપણે જીતી લીધો અને રૂબેનના કુળના, ગાદના કુળના તથા મનાશ્શાના અર્ધા કુળના લોકોને તે વારસા તરીકે વહેંચી આપ્યો.


ઇઝરાયલના લોકોએ યર્દનના પૂર્વ કાંઠા તરફ અરાબાના આખા પૂર્વપ્રદેશ સહિત આર્નોનની ખીણથી ઉત્તરમાં છેક હેર્મોન સુધીનો સમગ્ર પ્રદેશ જીતી લઈ તેમાં વસવાટ કર્યો હતો. એ પ્રદેશના જે બે રાજાઓને તેમણે હરાવ્યા તે આ પ્રમાણે છે:


આ બન્‍ને રાજાઓને મોશે તથા ઇઝરાયલના લોકોએ હરાવ્યા. પ્રભુના સેવક મોશેએ એ રાજાઓનો પ્રદેશ રૂબેન અને ગાદનાં કુળોને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો હતો.


બાકીનાં બે કુળ અને એક અર્ધાકુળને તો મોશેએ યર્દનની પૂર્વ તરફનો વિસ્તાર અગાઉ ફાળવી દીધો હતો.


હવે તમારા ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે તમારા સાથી ઇઝરાયલીઓને વિશ્રામદાયક વસવાટ આપ્યો છે. તો હવે તમે પ્રભુના સેવક મોશેએ યર્દનના પૂર્વ ભાગમાં તમને આપેલા તમારા પોતાના વસવાટના પ્રદેશમાં તમારે ઘેર પાછા જાઓ.


બીજા કેટલાક યર્દન નદી ઓળંગીને ગાદ અને ગિલ્યાદના પ્રદેશોમાં જતા રહ્યા. શાઉલ હજુ ગિલ્ગાલમાં હતો અને તેની સાથેના લોકો ભયથી કાંપતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan