Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 31:8 - પવિત્ર બાઇબલ C.L.

8 યુધમાં માર્યા ગયેલાઓમાં એવી, રેકેમ, સૂર, હુર અને રેબા એ મિદ્યાનના પાંચ રાજાઓ પણ હતા. વળી, તેમણે બયોરના પુત્ર બલામને પણ તલવારથી મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને બીજાઓને મારી નાખ્યા તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને, એટલે અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબા, એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દિકરા બલામને તરવારથી મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યુદ્ધમાં માર્યા ગયેલા ઉપરાંત તેઓએ મિદ્યાનીઓના રાજા અવી, રેકેમ, સૂર, હૂર તથા રેબા એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યુદ્ધમાં માંર્યા ગયેલા માંણસોમાં મિદ્યાની રાજાઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા હતા. ઉપરાંત બયોરના પુત્ર બલામને પણ માંરી નાખ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 31:8
21 Iomraidhean Croise  

અહંકારી દુષ્ટો ગરીબોને ખૂબ સતાવે છે; દુષ્ટોના પ્રપંચમાં ગરીબો ફસાઈ જાય છે.


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


સજજનો પ્રામાણિક્તાથી દોરવાય છે, પણ દગાબાજો પોતાના કૂડકપટથી નાશ પામશે.


દુષ્ટ સંદેશક કટોકટી પેદા કરે છે, પણ વિશ્વાસપાત્ર રાજદૂત શાંતિ સ્થાપે છે.


મેં કુશાનના લોકોને ભયભીત થયેલા જોયા, અને મિદ્યાનના લોકોને થરથરતા જોયા.


બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા બાલાકે તેમને મારી પાસે મોકલ્યા છે અને મને કહેડાવ્યું છે કે,


મોઆબીઓએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ સાંઢ મેદાનના ઘાસને સફાચટ કરી જાય તેમ આ સમુદાય આપણી આસપાસનું બધું ભરખી જશે.”


તેથી સિપ્પોરના પુત્ર બાલાક રાજાએ બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા સંદેશકો મોકલ્યા. આ વખતે બલામ અમોરીઓના પ્રદેશમાં યુફ્રેટિસ નદીને કિનારે આવેલા પયોરમાં રહેતો હતો. તેઓ તેની પાસે બાલાકનો આ સંદેશો લાવ્યા: “ઇજિપ્તથી એક મોટી પ્રજા આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે અને તેમણે મારી વિરૂધ પડાવ નાખ્યો છે.


રેતીના કણની જેમ ઇઝરાયલી પ્રજા અગણિત છે. અરે, તેની વસતીના ચોથા ભાગની સંખ્યા પણ કોણ ગણી શકે? એ ઈશ્વરના લોક જેવું મોત મને મળો, અને નેકજનની જેમ મારું મૃત્યુ ચિર શાંતિમાં થાઓ!”


બલામે બાલાકને કહ્યું, “હું તો ઘેર મારા લોક મધ્યે પાછો જઉં છું. પણ જતાં પહેલાં આ ઇઝરાયલીઓ ભવિષ્યમાં તારા મોઆબી લોકના કેવા હાલ કરશે તે જાણી લે.”


પછી બલામ ઊઠીને પોતાને ઘેર પાછો ગયો અને બાલાક પણ પોતાને માર્ગે ચાલ્યો ગયો.


અને મારી નાખવામાં આવેલ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું. તે મિદ્યાનના કુળમાં કુટુંબના વડા સૂરની દીકરી હતી.


કારણ, તેમણે તેમનાં કાવતરાંથી તમને પરેશાન કર્યા છે અને પયોરના કિસ્સામાં તથા તે પછી ફાટી નીકળેલ રોગચાળા દરમ્યાન મારી નંખાયેલ મિદ્યાની આગેવાનની દીકરી કોઝબીની બાબતમાં તમને ફસાવ્યા છે.”


પયોર ખાતે બલામની સલાહથી આવી વિધર્મી સ્ત્રીઓએ જ ઇઝરાયલી લોકોને પ્રભુ પ્રત્યે બેવફા બનાવ્યા હતા, અને તેથી પ્રભુની જમાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો.


ઇઝરાયલીઓએ મિદ્યાની સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડી લીધાં અને તેમનાં બધાં ઢોર, ઘેટાંબકરાં અને બધી માલમિલક્ત લૂંટી લીધાં.


સીધો માર્ગ તજી દઈને તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે. તેઓ બેઓરના પુત્ર બલઆમનો માર્ગ અનુસર્યા છે.


તેઓ કાઈનને માર્ગે ચાલે છે, પૈસાને માટે બલઆમના જેવી ભૂલમાં પડે છે, કોરાહની માફક બળવો કરે છે અને વિનાશ વહોરી લે છે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan