6 અને તેઓને એટલે પ્રત્યેક કુળમાંથી એક હજારને મૂસાએ યુદ્ધમાં મોકલ્યા, અને તેઓની સાથે તેને એલાઝાર યાજકના દિકરા ફીનહાસને, પવિત્રસ્થાનનાં પાત્રો તથા ભયસૂચક રણશિંગડાં હાથમાં લઈને યુદ્ધમાં મોકલ્યો.
ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.”
સંદેશકે જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. આપણો ભયંકર સંહાર થયો છે. એ ઉપરાંત તમારા પુત્રો હોફની અને ફિનહાસ માર્યા ગયા છે અને ઈશ્વરની કરારપેટી શત્રુ ઉપાડી ગયા છે.”