Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેમણે મુલાકાતમંડપનો સરસામાન સાચવવાનો છે અને મંડપને લગતી સેવા કરતાં સમગ્ર ઇઝરાયલી સમાજ પ્રત્યેની ફરજો અદા કરવાની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓ મુલાકાતમંડપના સરસામાનની તથા ઇઝરાયલીઓની સંભાળ રાખતાં મંડપને લગતી સેવા બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને તેઓએ મુલાકાત મંડપની સાધન સામગ્રી સંભાળવાની છે અને તેમણે બધા ઇસ્રાએલી પ્રજાજનો તરફથી થાનકની ફરજો બજાવવાની છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:8
13 Iomraidhean Croise  

દાવિદની આખરી સૂચનાઓ મુજબ વીસ વર્ષ કે તેથી વધારે વયના બધા લેવીઓની નોંધ કરવામાં આવતી,


તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.”


નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ.


ત્યાર પછી મુલાકાતમંડપ છોડી લેવામાં આવ્યો એટલે ગેર્શોનના કુટુંબો અને મરારીના કુટુંબો મંડપનો સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા.


ત્યાર પછી લેવીકુળના કહાથના કુટુંબો પવિત્ર સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. તેઓ બીજા પડાવને સ્થળે આવી પહોંચે તે પહેલાં, મંડપ ફરી ઊભો કરવામાં આવતો હતો.


તેઓ મુલાકાતમંડપને લગતી ફરજો બજાવે અને સમગ્ર સમાજ તથા યજ્ઞકારોની સેવા કરે.


ઇઝરાયલી લોકો વતી આરોન અને તેના પુત્રોની સેવા કરવી તે જ લેવીઓની મુખ્ય જવાબદારી છે.


તે જ પ્રમાણે ઇઝરાયલીઓના ભાગમાંથી કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુના મુલાકાતમંડપની સંભાળ રાખનાર લેવીઓને આપે.”


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


મુલાકાતમંડપમાં ગેર્શોનના કુટુંબની એ સેવા છે. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા કરવી.”


મરારીના પુત્રોના કુટુંબોએ આ પ્રમાણેની સેવા કરવાની છે. મુલાકાતમંડપમાં તેમનાં બધાં કામો પર યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારે દેખરેખ રાખવાની છે.”


Lean sinn:

Sanasan


Sanasan