Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આરોન તથા તેના પુત્રોની તું યજ્ઞકાર તરીકે નિમણૂક કર. જો બીજું કોઈ એ પદ ભોગવવાનો પ્રયત્ન કરે તો તે માર્યો જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તું હારુનને તથા તેના દિકરાઓને ઠરાવ, ને તેઓ પોતાનાં યાજકપદ સાચવે. અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “અને તારે હારુનને અને તેના કુળોને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મોતની સજા કરવી.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:10
25 Iomraidhean Croise  

તરત જ ઉઝઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને ઈશ્વરે તેની ભૂલને લીધે તેને મારી નાખ્યો.


યરોબામે પહાડનાં શિખરો પર ભક્તિનાં ઉચ્ચસ્થાન બાંધ્યાં, અને લેવીના કુળનાં ન હોય એવાં કુટુંબોમાંથી યજ્ઞકારો પસંદ કરીને નીમ્યા.


શલોમોન રાજાએ યરુશાલેમમાં મંદિર બાંધ્યું તે પહેલાં તેઓ પ્રભુના મુલાકાતમંડપમાં નિયત વારા પ્રમાણે ગાવાબજાવવાની સેવા બજાવતા હતા.


મેં જવાબ આપ્યો, “હું નાસીને સંતાઈ જાઉં એવો કંઈ ક્ચોપોચો માણસ નથી. તું એમ માને છે કે મારો જીવ બચાવવા હું મંદિરમાં સંતાઈ જઈશ? હું કંઈ એવું કરવાનો નથી.”


તેમની કમર પર કમરપટ્ટા અને માથા પર ફાળિયાં બાંધવાં. એ રીતે તારે આરોન તથા તેના પુત્રોને દીક્ષા આપવી. તેઓ તથા તેમના વંશજો યજ્ઞકારો તરીકે મારી હમેશાં સેવા કરશે.


તમે પોતે મારા મંદિરમાં પવિત્ર સેવાકાર્ય કર્યાં નથી. પણ તમે પરપ્રજાજનોને એ કામોની જવાબદારી સોંપી છે.


“ફક્ત યજ્ઞકાર કુટુંબની વ્યક્તિ જ પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે, બીજું કોઈ તેમાંથી ખાય નહિ; પછી તે યજ્ઞકારનો મહેમાન કે મજૂર હોય.


જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે.


અને તમને તથા તમારા બીજા લેવીબધુંઓને તેમની સેવા કરવાનો અધિકાર આપ્યો છે? હવે તમે યજ્ઞકારપદ પણ પામવાનો પ્રયત્ન કરો છો?


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


તેમણે તારી સાથે રહીને તારી અને મંડપને લગતી સેવા કરવાની છે. પરંતુ તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે યજ્ઞવેદીની નજીક જવાનું નથી; જેથી તેઓ તથા તમે યજ્ઞકારો માર્યા ન જાઓ.


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


પ્રભુએ મોશેને કહ્યું, “હવે લેવીઓ મારા થશે. મેં ઇજિપ્તીઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો ત્યારે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને તથા દરેક પ્રાણીના પ્રથમજનિતને મેં મારા કરી લીધા હતા. પરંતુ હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને બદલે લેવીઓ મારા થશે. તેઓ ઉપર મારો જ અધિકાર છે. હું પ્રભુ છું.”


મોશે, આરોન અને તેના પુત્રોના કુટુંબોએ મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ પડાવ નાખવાનો હતો. ઇઝરાયલી લોકો માટે પવિત્રસ્થાનમાં સેવા બજાવવાનું કાર્ય તેમનું હતું. જો કોઈ બીજો એ સેવા બજાવવા જાય તો તે માર્યો જશે.


સેવા કરવાનું દાન હોય, તો સેવા કરવી. શિક્ષણ આપવાનું દાન હોય, તો શીખવવું.


આમ, તમે બિનયહૂદીઓ હવે પરદેશી કે પારકા રહ્યા નથી, પણ તમે ઈશ્વરના લોકની સાથે સહનાગરિકો છો અને ઈશ્વરના કુટુંબના સભ્યો છો.


કારણ કે, તમારાં સર્વ કુળોમાંથી તમારા ઈશ્વર પ્રભુએ લેવીકુળના વંશજોને પ્રભુ સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા હંમેશને માટે પસંદ કર્યા છે.


જો તે પૃથ્વી પર હોત તો તે કદી જ યજ્ઞકાર બની શક્ત નહિ. કારણ, યહૂદી નિયમ પ્રમાણે અર્પણ કરનારા તો ઘણા યજ્ઞકારો છે.


આ માણસ મિખાની પાસે તેનું આગલું પૂજાસ્થાન હતું. તેણે કેટલીક મૂર્તિઓ અને એફોદ બનાવીને તેના યજ્ઞકાર તરીકે પોતાના એક પુત્રની પ્રતિષ્ઠા કરી.


હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan