Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 29:12 - પવિત્ર બાઇબલ C.L.

12 “સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું, સાત દિવસ સુધી તમારે પ્રભુનું પર્વ પાળવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને સાતમા માસને પંદરમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો, ને સાત દિવસ સુધી યહોવાને માટે પર્વ પાળો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 29:12
16 Iomraidhean Croise  

યરોબામે યહૂદિયાના પર્વોત્સવની જેમ આઠમા મહિનાની પંદરમી તારીખે ધાર્મિક પર્વોત્સવની સ્થાપના કરી. પોતે બનાવેલા સોનાના વાછરડા આગળ તેણે બેથેલમાં વેદી પર બલિદાનો ચઢાવ્યાં. વળી, તેણે બેથેલમાં બંધાવેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા યજ્ઞકારો મૂક્યા.


નિયમની સૂચનાઓ પ્રમાણે તેમણે માંડવાપર્વ ઊજવ્યું. તે માટે પ્રત્યેક દિવસે નિયત બલિદાનો ચડાવ્યાં.


પ્રભુએ મોશે દ્વારા આપેલા નિયમશાસ્ત્ર પરથી તેમને એવું માલૂમ પડયું કે માંડવાપર્વના દિવસોમાં ઇઝરાયલીઓને માંડવાઓમાં રહેવાની આજ્ઞા અપાયેલી છે.


પર્વના પ્રથમથી છેલ્લા દિવસ સુધી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રમાં દરરોજ અમુક ભાગ વાંચતા. સાત દિવસ સુધી તેમણે ઉત્સવ મનાવ્યો, અને આઠમે દિવસે, નિયમશાસ્ત્રમાં નિયત કર્યા મુજબ પર્વનું સમાપન કર્યું.


“તમારા ખેતરમાં વાવેલું પાકે ત્યારે પાકના પ્રથમ ઉતારથી તમે કાપણીનું પર્વ ઊજવો. “પાનખર ઋતુમાં તમે તમારી વાડીઓમાંથી ફળ એકઠાં કરો ત્યારે સંગ્રહપર્વ પાળો.


“તમારા ઘઉંના પ્રથમફળની કાપણીની શરૂઆતે તમારે કાપણીનું પર્વ ઊજવવું અને પાનખર ઋતુમાં જ્યારે તમે તમારો પાક એકત્ર કરો ત્યારે તમારે સંગ્રહનું પર્વ પાળવું.


સાતમા માસના પંદરમા દિવસથી આરંભાતા માંડવાપર્વ માટે પણ રાજર્ક્તાએ સાતેય દિવસ આવાં જ પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને ધાન્યઅર્પણ તથા ઓલિવ તેલના પેયાર્પણ ચડાવવાં.


પ્રથમ દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને ત્યારે રોજીંદુ કાર્ય કરવું નહિ.


“સાતમા મહિનાને પ્રથમ દિવસે ભક્તિ માટે તમારે ભક્તિસંમેલન રાખવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ. તે દિવસે તમારે રણશિંગડાં વગાડવાં.


પર્વના પ્રથમ દિવસે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસિત અર્પણ તરીકે તેર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.


“આઠમે દિવસે ભક્તિસંમેલનની સમાપ્તિ કરવી. તે દિવસે તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ.


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan