Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:3 - પવિત્ર બાઇબલ C.L.

3 “અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “અમારા પિતા અરણ્યમાં મરી ગયા, ને જેઓ કોરાની સાથે યહોવાની વિરુદ્ધ એકત્ર થયા હતા તેઓની ટોળીમાંના તે ન હતા. પણ તે પોતાના પાપમાં મરી ગયા. અને તેમને દિકરા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે જ મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:3
16 Iomraidhean Croise  

સર્વ જીવો મારા છે. પિતા અને પુત્ર બન્‍નેના પ્રાણ પર મારો અધિકાર છે. જે માણસ પાપ કરશે તે જ મરશે.


હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે મારો વિદ્રોહ કરવા એકત્ર થયેલ આ દુષ્ટ સમાજની હું આવી દશા કરીશ: આ રણપ્રદેશમાં તમારામાંનો એકેએક માર્યો જશે. હું પ્રભુ, આ બોલું છું.”


ત્યાર પછી કોરાએ સમગ્ર સમાજને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેમની વિરુધ ભેગો કર્યો અને એકાએક પ્રભુનું ગૌરવ સમગ્ર સમાજ સમક્ષ પ્રગટ થયું.


રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા.


હેફેરના પુત્ર સલોફહાદને પુત્રો નહોતા. તેને ફક્ત પુત્રીઓ જ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.


તેમણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ જઈને કહ્યું,


માત્ર પુત્ર ન હોવાને લીધે શા માટે એમનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જાય? અમારા પિતાનાં સગાં સાથે અમને પણ વારસામાં જમીન આપો.” મોશેએ તેમની માગણી પ્રભુ સમક્ષ રજૂ કરી.


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”


એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.”


એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું.


પાપે મરણ દ્વારા રાજ કર્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનમાં દોરી જનાર દોષમુક્તિ દ્વારા ઈશ્વરની કૃપા રાજ કરે છે.


કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan