Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:17 - પવિત્ર બાઇબલ C.L.

17 અને દરેક બાબતમાં તેમને દોરવણી આપે જેથી તમારા લોક પાળક વગરનાં ઘેટાં જેવાં ન થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જે એમની આગળ રહે અને બધી જ બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા ન રહે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:17
19 Iomraidhean Croise  

ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


મિખાયાએ જવાબ આપ્યો, “હું ઇઝરાયલને ઘેટાંપાળક વિનાના ઘેટાંની જેમ પર્વતો પર વિખેરાઈ ગયેલા જોઉં છું અને પ્રભુએ કહ્યું, ‘આ માણસોનો કોઈ આગેવાન નથી, તેઓ શાંતિપૂર્વક પોતાને ઘેર જાય.”


હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે.


તમારે શસ્ત્રસજ્જ થઈને યોઆશ રાજાનું ખુલ્લી તલવારે રક્ષણ કરવાનું છે અને તે જ્યાં જાય ત્યાં તેની સાથે રહેવાનું છે. જે કોઈ તમારી સંરક્ષણ હરોળ તોડવા પાસે આવે, તેને તમારે મારી નાખવો.”


તેથી આ લોકોને સર્વ બાબતોમાં દોરવણી આપી શકું તે માટે મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપો; નહિ તો તમારી આ મહાન પ્રજા પર હું કેવી રીતે શાસન ચલાવી શકું?”


મિખાયાએ કહ્યું, “હું ઇઝરાયલના સૈન્યને ઘેટાંપાળક વગરનાં ઘેટાંની જેમ પર્વત પર વિખેરાઈ ગયેલું જોઉં છું. પ્રભુ કહે છે: ‘આ લોકોનો કોઈ આગેવાન નથી. તેઓ સૌ પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય.”


“પાળક ન હોવાને કારણે ઘેટાં વિખેરાઇ ગયાં છે અને જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડયાં છે.


લોકો મૂર્તિઓ અને જોશ જોનારા પાસે જાય છે, પણ તેમને મળતા જવાબો તો જૂઠાણાં અને અર્થહીન વાતો છે. કેટલાક સ્વપ્નોનું અર્થઘટન કરે છે, પણ તે માત્ર તમને ગેરમાર્ગે દોરવા માટે જ તેમ કરે છે. તેમનું આશ્વાસન નિરર્થક છે. એમ ખોવાયેલાં ઘેટાંની જેમ લોકો ભટકે છે. તેમનો કોઈ દોરનાર ન હોઈ તેઓ સંકટમાં આવી પડેલા છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


એને બદલે, ઇઝરાયલના લોકો જે ખોવાઈ ગયેલાં ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ;


ઈસુએ જવાબ આપ્યો, મને તો માત્ર ઇઝરાયલનાં ખોવાયેલાં ઘેટાં પાસે જ મોકલવામાં આવ્યો છે.


લોકોનાં ટોળાં જોતાં જ તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. કારણ, લોકો કચડાયેલા, નિરાધાર અને પાલક વરનાં ઘેટાં જેવા હતા.


ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી.


દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે.


“આજે હું એક્સો વીસ વર્ષનો થયો છું, અને તમને યુધની અવરજવરમાં દોરી શકું તેમ નથી. કારણ, પ્રભુએ મને કહ્યું છે કે, ‘તું યર્દન નદીની પેલે પાર જઈશ નહિ.’


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


તેથી શાઉલે તેને પોતાની તહેનાતમાંથી દૂર કર્યો અને તેને સહસ્રાધિપતિ બનાવ્યો. દાવિદ તેના માણસોને લડાઈમાં લાવવા લઈ જવામાં આગેવાની આપતો


અમારા પર રાજ કરવા, લડાઈમાં અમારો અગ્રેસર થવા અને અમારાં યુદ્ધોમાં લડવાને અમારો પોતાનો રાજા હશે.”


Lean sinn:

Sanasan


Sanasan