Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:65 - પવિત્ર બાઇબલ C.L.

65 કારણ, પ્રભુએ તેમને વિષે કહ્યું હતું કે બધા લોકો રણપ્રદેશમાં મરણ પામશે, અને યફૂન્‍નેહના પુત્ર કાલેબ અને નૂનના પુત્ર યહોશુઆ સિવાયના અન્ય બધા મરણ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

65 કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

65 કેમ કે, યહોવાહે કહ્યું હતું કે આ બધા લોકો અરણ્યમાં મૃત્યુ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ સિવાય તેઓમાંનો એક પણ માણસ બચશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

65 કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:65
20 Iomraidhean Croise  

કારણ, દુષ્ટોનો સંહાર થશે; પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ વચનના પ્રદેશનો વારસો પામશે.


ઇઝરાયલી લોકો રામસેસથી સુક્કોથ જવા પગપાળા ચાલી નીકળ્યા. સ્ત્રીઓ અને બાળકો સિવાય તેઓ આશરે છ લાખ પુરુષો હતા.


પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,


અહીં આ રણપ્રદેશમાં તમારી લાશો રઝળશે.


હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે મારો વિદ્રોહ કરવા એકત્ર થયેલ આ દુષ્ટ સમાજની હું આવી દશા કરીશ: આ રણપ્રદેશમાં તમારામાંનો એકેએક માર્યો જશે. હું પ્રભુ, આ બોલું છું.”


દેશમાં તપાસ કરવા ગયેલા બાર જાસૂસોમાંથી ફક્ત યહોશુઆ અને કાલેબ જીવતા રહ્યા.


“અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.


પ્રભુએ પસંદ કરેલ આગેવાનોનાં નામ આ પ્રમાણે છે: કુળ આગેવાન યહૂદા યફૂન્‍નેહનો પુત્ર કાલેબ શિમયોન આમ્મીહૂદનો પુત્ર શમુએલ બિન્યામીન કિસ્લોનનો પુત્ર અલીદાદ દાન યોગ્લીનો પુત્ર બુક્કી મનાશ્શા એફોદનો પુત્ર કમુએલ એફ્રાઈમ શિફટાનનો પુત્ર કમુએલ ઝબુલૂન પાર્નાખનો પુત્ર અલીસાફાન ઇસ્સાખાર અઝ્ઝાનનો પુત્ર પાલ્ટીએલ આશેર શલોમીનો પુત્ર આહીહૂદ નાફતાલી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ


અહીં આપણે જોઈએ છીએ કે ઈશ્વર દયાળુ તો છે, પણ સાથેસાથે કડક પણ છે. જેઓ પડી ગયા તેઓ ઉપર ઈશ્વરનો કોપ આવ્યો. જો તું ઈશ્વરની દયાને વળગી રહેશે, તો ઈશ્વર તારા પર દયા જારી રાખશે, નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.


માત્ર યફુન્‍નેહનો પુત્ર કાલેબ તે જોશે; અને જે ભૂમિ પર તેના પગ પડયા છે તે ભૂમિ હું તેને તથા તેના વંશજોને આપીશ; તે મને પ્રભુને પૂરેપૂરો વફાદાર રહ્યો છે.


હવે યહોશુઆએ તેમની સુન્‍નત કરી તેનું કારણ આવું હતું: લડાઈમાં જવાની ઉંમરના જે સર્વ પુરુષો ઇજિપ્તમાંથી નીકળ્યા હતા તેઓ સૌ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાફરી દરમ્યાન રણપ્રદેશમાં મરી પરવાર્યા હતા.


જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.


Lean sinn:

Sanasan


Sanasan