Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પણ કોરાનાં બધાં સંતાનો માર્યાં ગયાં નહોતાં.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ કોરાના દિકરા મર્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:11
19 Iomraidhean Croise  

સાદોક, અહિમાસ, અઝાર્યા, યોહાનાન,


કોરેનો પુત્ર અને અબિયાસાફનો પૌત્ર શાલૂમ કોરા ગોત્રના તેના જાતભાઈઓ સાથે પ્રભુના મુલાકાતમંડપના પ્રવેશદ્વારે ચોકીપહેરો ભરતા હતા. તેમના પૂર્વજો પણ પ્રભુની છાવણીમાં દરવાજો સાચવનાર હતા.


જેમ વહેતા ઝરણા માટે હરણ તલસે છે તેમ જ હે ઈશ્વર, તમારે માટે મારો પ્રાણ તલપે છે.


હે ઈશ્વર, અમે અમારા કાનોથી સાંભળ્યું છે અને અમારા પૂર્વજોએ અમને જણાવ્યું છે કે તેમના સમયમાં, એટલે પ્રાચીન કાળમાં તમે મહાન કાર્યો કર્યાં હતાં.


સુંદર શબ્દોની પ્રેરણાથી મારું હૃદય ઊભરાઈ જાય છે; મારું કાવ્ય હું રાજાને સંબોધું છું: નિપુણ લહિયાની કલમની જેમ મારી જીભ વણથંભી વહે છે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


હે સર્વ પ્રજાઓ, આનંદથી તાળી પાડીને બુલંદ અવાજે ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ.


પ્રભુ મહાન છે અને તે અત્યંત સ્તુતિપાત્ર છે. તેમનો પવિત્ર સિયોન પર્વત આપણા ઈશ્વરના નગરમાં છે.


હે સર્વ પ્રજાઓ, આ સાંભળો; ધરતીના સર્વ નિવાસીઓ, કાન દો.


ઈશ્વર, પ્રભુ પરમેશ્વર બોલ્યા છે; ઉદયાચલથી અસ્તાચલ સુધી પૃથ્વીના સર્વ લોકોને તે બોલાવે છે.


કોરાના પુત્રો: આસ્સીર, એલ્કાના અને અબ્યાથાર. તેઓ કોરા ગોત્રના વર્ગના પૂર્વજો હતા.


આથી લોકો કોરા, દાથાન અને અબિરામના તંબૂઓ આગળથી દૂર ખસી ગયા. દાથાન અને અબિરામ પોતાના તંબૂમાંથી બહાર આવીને પત્નીઓ અને નાના મોટાં સંતાન સાથે તંબૂના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા હતા.


અને તેમને અને તેમના કુટુંબોને અને કોરાના બધા સાથીદારોને તેમની માલમતા સહિત ગળી ગઈ.


તેથી તેઓ પોતાના સર્વસ્વ સાથે મૃત્યુલોક શેઓલમાં જીવતાંને જીવતાં ગરક થઈ ગયાં. ધરતી પાછી સંધાઈ ગઈ અને એ લોકોનો સમાજમાંથી ઉચ્છેદ થઈ ગયો.


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


શિમયોનના કુળનાં કુટુંબો: નમુએલનું કુટુંબ, યામીનનું કુટુંબ, યાખીનનું કુટુંબ,


એ ઉપરાંત રૂબેનકુળના એલિયાબના પુત્રો દાથાન અને અબિરામની તેમણે કેવી દુર્દશા કરી એટલે કે સર્વ ઇઝરાયલીઓના દેખતાં પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને, તેમના પરિવારોને, તેમના નોકરચાકરને અને ઢોરઢાંકને ગળી ગઈ એ પણ તમે જોયું.’


“સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે.


Lean sinn:

Sanasan


Sanasan