Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તે સમયે ધરતી પોતાનું મોં ઉઘાડી તેમને ગળી ગઈ હતી. તેઓ કોરા અને તેના જૂથ સાથે મરણ પામ્યા હતા. તે સમયે અઢીસો માણસોને અગ્નિ ભરખી ગયો હતો. આ કિસ્સો લોકોને ચેતવણીરૂપ બની ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તે ટોળી મરી ગઈ તે સમયે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને કોરા સહિત ગળી ગઈ. તે સમયે અગ્નિ અઢીસો માણસોને સ્વાહા કરી ગયો, ને તેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પૃથ્વી પોતાનું મુખ ખોલીને તેઓને કોરાહ સહિત ગળી ગઈ. તે જ સમયે અગ્નિએ બસો પચાસ માણસોનો નાશ કરી નાખ્યો જેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:10
15 Iomraidhean Croise  

ઇઝરાયલીઓ વસવાટના દેશ કનાનમાં પહોંચ્યા ત્યાં સુધી એટલે ચાલીસ વરસ સુધી તેમણે માન્‍ના ખાધું.


યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કરાયેલા બધા લોકો એમને જે બનશે તેનો શાપ માટે ઉપયોગ કરશે અને કહેશે, ‘બેબિલોનના રાજાએ જેમને જીવતા અગ્નિમાં ભૂંજી નાખ્યા તે સિદકિયા અને આહાબના જેવી પ્રભુ તમારી દશા કરો.’


હું તેની વિરુદ્ધ થઇ જઇશ અને બીજાઓને દાખલો બેસાડવા તેને કહેવતરૂપ બનાવી દઇશ અને હું તેને મારા લોકમાંથી કાઢી મૂકીશ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


એલિયાબના પુત્રો દાથાને અને અબિરામે અને પેલેથના પુત્ર ઓને ઉધતાઈથી મોશે અને આરોન વિરુધ વિદ્રોહ કર્યો. તેમની સાથે અઢીસો ઇઝરાયલીઓ પણ જોડાયા. આ બધા સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત માણસો હતા.


પ્રભુની વેદી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાથી તે પવિત્ર બની છે. પાપને લીધે મોત વહોરી લેનારાઓની ધૂપદાનીઓમાંથી તારે ટીપીને પતરાં બનાવડાવાં અને વેદી ઢાંકવા માટે તેમનો ઉપયોગ કરવો. એ પતરાં ઇઝરાયલીઓને ચેતવણીના ચિહ્નરૂપ બની રહેશે.


લેવીવંશની લાકડી પર આરોનનું નામ લખવામાં આવે. દરેક કુળના આગેવાન માટે એક લાકડી હોવી જોઈએ.


“અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.


એ ઉપરાંત રૂબેનકુળના એલિયાબના પુત્રો દાથાન અને અબિરામની તેમણે કેવી દુર્દશા કરી એટલે કે સર્વ ઇઝરાયલીઓના દેખતાં પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને, તેમના પરિવારોને, તેમના નોકરચાકરને અને ઢોરઢાંકને ગળી ગઈ એ પણ તમે જોયું.’


તેઓ તમારા પર અને તમારા વંશજો પર પ્રભુના ન્યાયચુકાદાના પુરાવા તરીકે સદા રહેશે;


ઈશ્વરે સદોમ ને ગમોરા શહેરને દોષિત ઠરાવીને તેમનો અગ્નિથી નાશ કર્યો અને નાસ્તિકોની કેવી દશા થશે તેના ઉદાહરણરૂપ તેમને બનાવ્યાં.


એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.


હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે.


Lean sinn:

Sanasan


Sanasan